લખાણ પર જાઓ

પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પૃથ્વીકુંજ
૭૯
 



અમૃતપુરીની દેવીઓ

♦ ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ . ♦


અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ,
માનવપુરીની અમ વાટ :
⁠કાંઈ લાવિયાં રે લોલ;
⁠અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ.

અમીથી આંજેલ અમ આંખડી રે લોલ,
હાથમાં છે રાખી રક્ષા માટ
⁠રૂડી રાખડી રે લોલ :
⁠અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ. ૧

માનવપુરીના ઝાંખા દીવડા રે લોલ,
ભમી તોય બળે ત્યાં પતંગ,
⁠રંક જીવડાં રે લોલ;
⁠અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ;

ઝગમગે પ્રચંડ દીપ આંગણે રે લોલ,
તોય રહે અખંડ અમ પ્રસંગ,
⁠ભંગના ગણે રે લોલ;
⁠અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ. ૨