પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૦
રાસચંદ્રિકા
 


તેજ ને અંધાર કેરાં જોડલાં રે લોલ,
પાપ પુણ્ય, સત અસતનો માલ
ભરે હોડલાં રે લોલ;
અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ :

નાવડાં ડૂબે એ મધ્યસાગરે રે લોલ,
ડૂબે સર્વ સાથ ત્યા અકાલ;
રુદન ક્યાં ક્રે રે લોલ ?
અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ. ૩

અમૃતપુરીના ઊંચા માડવા રે લોલ,
માનવપુરીની નીચી વાટ :
પંથ પાડવા રે લોલ,
અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ.

આવો, અમ દેશ કંઈ દેખાડશું રે લોલ,
હયે હૈયે માંડી પ્રેમપાટ,
અમી પિવાડશું રે લોલ !
અમૃતપુરીથી અમે આવિયાં રે લોલ. ૪