પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પૃથ્વીકુંજ
૮૧
 



અમરવસંત

♦ મારી મટુકીમાં હો મહારાજ ! મહીડાં છલકે રે. ♦


આવી આવી આ અમરવસંત વિશ્વસદનમાં રે,
એનાં ઉતરે છે હાસ્ય અનંત વનમાં જનમાં રે;
આજે આવી છે નવર્સરેલ, જગને ભરતી રે,
તેમાં કરતી સૌ કુદરત ખેલ, તરતી સરતી રે :

સ્વર્ગફુવારા ફૂતતા, સીંચે જગના બાગ :
પળપળ અમીકણ છૂટતા પૂરે ફૂલફૂલમાં નવફાગ ;
–વનમાં જનમાં રે :
આવી આવી આ અમરવસંત વિશ્વસદનમાં રે. ૧

ઊંચે ઊંચે ઊડે નભપાંખ ઝીલતી જ્યોતિ તે,
નીચે નીચે ઝળે જનાઅંખ, ચિત્રે મો'તી રે :
આજે રસધરના છે રાસ, કુદરત ચોકે રે,
એના ભવ્ય બ્ર્હ્માંડવિલાસ છાય ત્રિલોકે રેઃ

ઊતર્યા ફરી આકાશ આ, ઊઘડ્યાં નવલપ્રભાત;
ઉરઉરના આવાસમાં ચાલે નવનવ નૂરની વાત;
–વનમાં જનમાં રે :
આવી આવી આ અમરવસંત વિશ્વસદનમાં રે.૨