પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 


ડેલીએ દાયરાના હાથમાં પતીકાં થંભી રહ્યાં છે. રુદ્રાવતાર સંઘજીને દેખતાં તમામ ઊભા થઈ જાય છે. વૃદ્ધ ફક્ત એટલું જ બેલ્યો કે:

“દાયરાના ભાઈઓ ! તમારામાંથી જો કોઈ મારી પછવાડે ચાલો તો તમને દ્વારકાધીશની દુહાઈ છે. અહીં જ રહેજો. સાણંદના રખવાળાં તમને ભળાવીને જાઉં છું. મેળાજીને મારે ખોળે સલામત સમજજો. અમારી લેણાદેણી આજ લેવાઈ ચૂકી છે.”

પોતાના ચાર પુત્રો સામે ફરીને સંઘજી બોલ્યા : “દીકરાઓ, આજ આપણને દેશવટો મળે છે. આ ભર્યા ખોરડાંમાંથી ફક્ત પહેર્યાં લૂગડાં અને બાંધ્યાં હથિયાર ઉપરાંત વાલની વાળી કે લૂગડાંની લીર સરખીયે સાથે લેવાની નથી. મરદો, બાયડિયું ને છોકરાં — તમામ કોરેકોરાં બહાર નીકળી જાઓ.”

‘દ્વારકેશ ! દ્વારકેશ ! દ્વારકેશ !” એવા નિસાસા મૂકતો મૂકતો વૃદ્ધ ઊભો રહ્યો. મેળાજીના દરબારગઢનું વેલડું જોડાયું. વેલડામાં મેળાજીનાં અને સંઘજીનાં ઠકરાણાં ચડી બેઠાં. મરદો ઘોડે ચડ્યા. સમશેરો તાણીને સંઘજીના પુત્રોએ વેલડાની ચોગરદમ તથા મેળાના ઘોડાની આસપાસ કૂંડાળું બાંધ્યું. સહુથી વાસે સંઘજીએ ઘોડો હાંક્યો. સાણંદમાં તે દિવસે સમીસાંજરે સોપો પડી ગયો.

ગરજે ગોમતી જી કે ગાજે સાગરં,
રાજે સામળા જી કે બાજે ઝાલરં.

મહાસાગરરૂપી ઈશ્વરી નગારા ઉપર આઠે પહોર અણથાક્યો ઘાવ દઈ દઈને જળદેવતા ઘેરા નાદ ગજવે છે; સાગરની પુત્રી ગોમતીજી હરદમ ઝાલર બજાવે છે. એવી અખંડ આરતીના અધિકારી શ્રી દ્વારકાધીશના દેવાલયમાં અધરાતનો