પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 


એ સંઘજીના નાનેરા ભાઈનું શબ હતું. સાણંદ ભાંગીને પાંચ ગાઉ ઉપરના ખેતરમાં ત્રણ દિવસના ભૂખ્યા બહારવટિયા, પછેડીમાં લોટ-પાણી મસળીને છાણાંના ભાઠામાં રોટલા શેકવા બેઠા હતા, ત્યાં સાણંદનું સૈન્ય ઘેરી વળ્યું. તલવારની તાળીઓ પડી. સંઘજીનો નાનેરો ભાઈ દોટ કાઢીને સેનાની સામે દોડ્યો. સંઘજીના એ જમણા બાહુનું બલિદાન ચડી ગયું.

સંઘજીએ દીકરાઓને કહ્યું: “આજ સુધી તો મેળાજીને કેસરિયે લૂગડે આપણે સાથે ને સાથે ફેરવ્યો છે. પણ આજ જેમ કાકો ઝપટમાં ચડી ગયો એમ મેળોજી જોખમાય તો આપણું મોઢું શું રહેશે? માટે બાપાને હું ઠકરાણાં સોતો ઈડરમાં ભળાવી આવું. ત્યાં ફુઆ-ફુઈની છત્રછાયામાં બાપાને મૂક્યા પછી વણઉચાટે આપણે મરી છૂટશું.”

બુઢ્ઢો એકલે પંડે મેળાજીને ઉપાડી ઈડર પહોંચ્યો. રાવના હાથમાં મેળાજીનું કાંડું આપ્યું. પાછા વળીને સાણંદનાં પાદર ઉજ્જડ કરવા લાગ્યો.

કંઈક વરસો વીતી ગયાં. ઈડરના રાજમહેલમાં રંગભરી ચોપાટો રમાય છે. ફુઓ-ભત્રીજો ગુલતાન છે.

પણ એક વાતનો મોટો અચંબો ફુઆને થઈ રહ્યો છે. ભત્રીજા મેળાજીને રાવ પૂછે છે કે “કાં, બાપ, ઘડીએ ઘડીએ વાંસે તે શી નજર કરી રહ્યા છો? શું હજીયે બીક લાગે છે, કે સાણંદની ફોજ આવીને તમારું માથું વાઢી લેશે?”

સાંભળીને મેળાજીના મોં પરથી નૂર ઊતરી ગયું.

“જોયા આ ઇડરિયા ડુંગરા ! આભે ટલ્લા દઈ રહ્યા છે. આ ઈશ્વરે દીધેલે કાળભૈરવ કિલ્લો : આ પટાધર ઇડરિયાઃ અને આ મો’લાત : દાળભાતનો ખાનારો કરણસંગ આવે, કે ઊંચેથી ઊતરીને તમારા વડવા આવે, તો ડુંગરાની સાથે ભાલે