પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંઘજી કાવેઠિયો
૯૧
 

આવું, એ માગે એટલો ભાગ આપું. મારો ઘોડો સાબદો કરો : બીજો ઘોડો મેળા સારુ શણગારો. બસ, ફક્ત પાંચ છ અસવાર મારી હારે ચડજો, વિશેષની જરૂર નથી.”

ફાગણ સુદ પૂનમની અધરાતે હોળીનો આનંદ કરીને લોક વીંખાયાં. રાવની સવારી ચાલી ગઈ. કોઈ જ ન રહ્યું. સહુના પડઘા શમી ગયા. એક જ માનવી - એકલો મેળોજી – ડુંગર ઉપર હુતાશણીના બળતા ભડકાની સામે ઊભો છે. પણ ભાઈ ન આવ્યો, વાટ જોતાં ભડકા ઓલવાયા. અંગાર પર રાખ વળવા માંડી. કાન માંડી માંડીને ચારે દિશાએ સાંભળ્યું. પણ એ અબોલ અધરાતના હૈયામાંથી ક્યાંય સાણંદિયા તોખારના ડાબલા ગાજ્યા નહિ. મેળોજી ઈડરના દરવાજા બંધ થવાની બીકે ચાલ્યો ગયો.

અંતરમાં ઉકળાટ થાય છે. એવે ટાણે પાણી મંગાવીને ચોગાનમાં મેળો નાહવા બેઠો. બેઠે બેઠે નાહ્ય છે, ત્યાં ડેલીએ ટકોરા પડ્યા.

મેળોજી સમજી ગયોઃ મોટાભાઈ આવી પહોંચ્યા હતા. જઈને છાનોમાનો છાતીસરસો ભેટી પડ્યો. બેયની આંખમાંથી ધારાઓ ચાલી જાય છે.

"મેળા !” કરણસંગ બોલ્યો , “હાલ્ય, હવે સાબદો થા”"

"ક્યાં?"

"સાણંદ. સરોવરની પાળે ઘોડો તૈયાર ઉભો છે. ઊઠ ઝટ, મોઢે માગ એટલું રાજ તારું. ઊઠ, ભાઈ !”

"રાજપાટ ભોગવવાને સ્વાદ હવે મારે નથી રહ્યો, મોટાભાઈ ! હું નામર્દ છું, સાણંદને માથેથી મે’ણું ઉતારવું છે. ખેંચો તલવાર; ખેંચો, ભાઈ ”

"બોલ મા, બહુ વસમું લાગે છે.”

“ચીંથરાં શીદને ફાડો છો, ભાઈ? તમે શું એમ જાણો