પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંઘજી કાવેઠિયો
૯૫
 

બોલે છેઃ “રાણીજી ! મારી આંખ મળતી નથી. સ્વપ્નામાં મેળાનાં જ માથાં જોઉં છું.”

એ હતું પરમારોનું ગામ મૂળી, અને એ હતો મૂળીનો દરબારગઢ. આ સૂતેલું જોડલું તે કરણસંગજી અને એનાં પરમાર રાણી. ભાઈની હત્યાનો ત્રાસ વિસારવા કરણસંગજી હમણાં સસરાને ઘેર રહ્યા છે. રોજની રાત આમ ગુજરે છે.

ત્રીજે પહોરે રાજા અને રાણીની આંખ મળી ગઈ. બેય જંપી ગયાં ! એ સમયે દાદરાની નીચે આદમી શી વાતો કરે છે?

“મોટા બાપુ ! માથું ફોડ્યા વન્યા દાદરો તૂટે તેમ નથી.”

“હાથિયા ! બાપ ! આપણ બેમાંથી એક દાદર તોડીને પ્રાણ આપે, અને વાંસે રહે તે લીધેલ વ્રત પૂરાં કરે; બેમાંથી તારી શી હરમત છે?”

"બાપુ, કોને ખબર છે વાંસેથી જીવ હાલ્યો કે ન હાલ્યો ! માટે હું તો તમારી મોઢા આગળ જ અસમેરનાં ડગલાં માંડું છું.” એમ રહીને ભત્રીજો ડોસાને ચરણે પડ્યો. ડોસાએ એને માથે હાથ મેલ્યો.

"જે દ્વારકાધીશ !” બોલીને ભત્રીજાએ નિસરણી ઉપર બિલાડી જેવાં હળવાં પગલાં દીધાં. પોતાને માથે લૂગડાં વીંટ્યાં. બરાબર દાદરે પહોંચાય તેમ ઊભો રહ્યો. નીચે ઊભેલો ડોસો બોલ્યો : “હાથિયા ! દ્વારકાધીશનું નામ !”

‘જે દ્વારકા . . .’ કહેતાં જ ધડિંગ દઈને ભત્રીજાએ પોતાનું માથું ઝીક્યું. કડાક કરતો દાદર તૂટી પડ્યો. તેલના કુડલામાં જેમ ડાટો જાય તેમ હાથિયાનું માથું ગરદનમાં બેસી ગયું અને 'રંગ દીકરા !’ કહેતો ડોસો ઉઘાડી તલવારે મેડીએ દોડ્યો.

પરપુરુષનો સંચાર થતાં વાર ચમકીને રાણી જાગી. ઘુમટો કાઢીને આઘે ઊભી રહી. નવા આવનારે પાછલા પહોરની નીંદરમાં પડેલા કરણસંગને બાવડું ઝાલીને ઉઠાડ્યો; “એ કરણ, બાપ