પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંઘજી કાવેઠિયો
૯૭
 


દસે દિશામાં નજર માંડીને સંઘજી બોલ્યો, કરણ ! મેળા ! આ મેં શું કર્યું ?”

હાથમાં હોથિયાનું માથું હતું. માથાની સામે જોઈને સંઘજી બોલ્યો: “હાથિયા ! બાપ હાથિયા ! આ મેં શું કર્યું ?”

હાથિયાના ભીના ગાલ ઉપર ડોસાએ બચી ભરી. એના હોઠ લોહિયાળા થયા. અંધારી રાતે ડોસો ભયાનક દેખાણો.

સાણંદની સીમમાં ભાલાળા ઘોડેસવારો નીકળે છે. કાનમાં કોકરવાં અને ફૂલિયાં પહેરીને કણબીઓ બેધડક સાંતીડાં હાંકે છે. અસવારો દોડીને ઉઘાડી તલવાર ધબેડવા જાય છે, પણ ત્યાં તો કણબી એની જમણી ભુજા બતાવીને કહે છે, “એ બાપુ, મને નહિ. આમ જુઓ !”

જોતાંની વાર જ અસવારો તલવાર મ્યાન કરે છે. અસવાર કણબીના બાવડા ઉપર રાતુંચોળ થીગડું ભાળે છે. કાકાની દુવાઈ છે કે ‘રાતાં થીગડાંવાળાને આંગળી ચીંધશો મા.’

ગામેગામના ખેડૂતોને આ વાતની જાણ થઈ છે. સહુએ પોતાની જમણી બાંયે રાતાં થીગડાં લગાવ્યાં છે. થીગડાં ! થીગડાં ! થીગડાં ! સીમમાં જ્યાં જુઓ ત્યાં મર્દોનાં કેડિયાંની બાંયે રાતાં થીગડાં !

૧૦

ગોમતીજી ઝાલર વગાડે છે. સાગરદેવની નોબતો ગડગડે છે. વાયરા જાણે શંખ ફૂંકે છે. માનવીઓ જ્યારે પોતાની સ્વાર્થની આરતી ઉતારીને સૂઈ ગયા છે ત્યારે દેવતાઓ આવીને દ્વારકાધીશને લાડ લડાવી રહ્યા છે.

એવે અધરાતને ટાણે વીસ વરસની અવધિ વીત્યે ફરી પાછો ‘દ્વારકેશ! દ્વારકેશ !’ — એ ઘેરો નાદ દ્વારકાપુરીના દેવળમાં ગુંજી ઊઠ્યો. એક સો ને દસ વરસની અવસ્થાએ પહોંચેલો