પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દૂધ-ચોખા
૧૦૭
 

બગલમાં તલવાર દાબી છે, ખંભે ધાબળો પડ્યો છે. એનાથી બોલાઈ ગયુંઃ “હાય ભોજ ! હાય મારો ભોજ!”

ગઢના એક ગોખમાંથી એક બારી ઊઘડી, એમાંથી કોઈ કાઠિયાણીનો અવાજ આવ્યો : “આપા શાદૂળ ! ગોકીરા કરીને ડુંગર શીદ ગજવો છો ? જેને બોલાવો છો, એનો મારતલ તો આજ હેમખેમ દીવા બાળે છે, નથી ભાળતા ?”

સાંભળીને કાઠીએ સાદ પારખ્યો, “આહા ! એ તો મારા ભોજની રંડવાળ્ય. એ તો બોલે જ ને?”

એટલું બડબડીને એણે ભીમોરાના ગઢ ઉપર નજર માંડી. આપોઆપ તલવારની મૂઠ ઉપર આંગળીઓનો દાબ દેવાઈ ગયો. ભીમોરાના ગઢમાં બળી રહેલી દીવાની ઝાળો જાણે કે બે ગાઉ દૂરથી પણ કાળજું દઝાડતી હતી.

"હા ! હા ! ભોજ જેવા પિત્રાઈને મારીને આજ અગિયાર જમણમાં તો નાજભાઈ ભીમોરાને રંગમો’લે દીવા બાળે છે. સગા કાકાનો દીકરો નાજભાઈ ! આપા લાખાનો વસ્તાર ! એની આબરૂ દેખીને, એની શૂરવીરાઈ ભાળીને અમારાં અંતર હસતાં. એણે ભોજને માર્યો.”

કાઠી મનમાં ને મનમાં બબડવા મંડ્યો:

“અને, નાજભાઈ! તું ગોરૈયું ભાંગવા હાલ્યો? એલા, અમારી ખુટામણ ઉપર તેં ભરોસો રાખ્યો? તને એટલુંય ન સાંભર્યું કે ધાધલોએ રામભરોસે ગૌરૈયું અમારા હાથમાં સોંપેલું !"

"નાજભાઈ! તું નાહોરો સાવજ કે'વા ! પણ મારો ભોજ ભાળ્યો ! ગોરૈયા ભાંગ્યું એમ સાંભળતાંવેત જ ભોજ કસુંબાની અંજલિ ઢોળીને કોઈ દળ-કટકની વાટ જોયા વગર, એકલો ઘોડે ચડીને સગા ભાઈને માથે ચાલી નીકળ્યો ! વાહ, ભોજલ ! નાજે — સાવજે — ખોટ ખાધી. તેં ભાઈ-ભાઈ વચ્ચે