પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

હિલોળા તો આગળ આવશે.”

“આંહીંથી ડગલું દે, ઈ તારો દીકરો !”

“ગંડુ થાવ મા. રાજપાટ અપાવું.”

“ઇંદ્રાસન અપાવ તોય નથી જોતું.”

દોટ મેલીને કૃષ્ણે આહીરો અને રબારીઓની છાતી ઉપર અક્કેક ધબ્બો લગાવી દીધો, અને વરદાન દીધું કે –

“જાઓ, નાદાનો ! આપણા સંગાથની લેણાદેણી પૂરી થઈ ગઈ. પણ જ્યાં સુધી મારો તમને ભરોસો રહેશે, ત્યાં સુધી તો જુગ જુગે હું તમારી તેગે ને દેગે હાજર રહીશ.

“તમારી તલવારને લાજવા નહિ દઉં અને ભોજનનો તૂટો પડવા નહિ દઉં. તલવારમાં શૌર્ય પૂરીશ અને ભોજનમાં સે પૂરીશ.”

*

મચ્છુને કાંઠે એવું વરદાન મળ્યાને આજ તો પાંચ હજાર ચોમાસાં વીત્યાં. સોરઠમાં આહીરનો એક પણ દીકરો જે ગામમાં જીવતો હશે તે ગામને ભાંગીને કોઈ પણ શત્રુઓનું ધાડું કોરું-ધાકોર ગયું નથી. આહીર બચ્ચો તલવાર તો તલવાર અને લાકડી તો લાકડી લઈને દોડ્યો છે. આજ એવા હજારોમાંથી એક જ આહીરનાં પરાક્રમ કહીએ :

સંવત ૧૮૪૮માં ભાવનગરના ભોપાળ આતાભાઈની ચિત્તળ ઉપર ચડાઈ ચાલે છે. ગોહિલોનું આખું કુળ ઠાકોરની સખાતે આવી ઊભું છે. હથિયાર બાંધી જાણનારા બીજા વર્ણોએ પણ ગોહિલનાથનું પડખું લીધું છે.

એક મહિનો, બે મહિના, ત્રણ, અને છ મહિનાના સૂરજ ઊગી ઊગીને આથમ્યા, પણ ચિત્તળના ઘેરાનો અંત આવતો નથી. કાઠીઓના કોટની કાંકરીયે ખરતી નથી. ચિત્તળના દરવાજેથી વછૂટતી તોપના ગોળાનો માર ગોહિલોથી ખમાતો