પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 



ફાટ મસિતાં અને ગંગજળ ફેલિયો,
કમલ છાંડે પછી સ્નાન લાંગે કિયો,
બાલવો નરોવર અણી પર બોલિયો,
ગઢવિયાં રૂપ એ સરગ માજળ ગિયો.  (૪)

મસીદનો મિનારો ફાડીને ગંગાજળ ફેલાયું, પોતાનું મસ્તક-કમળ છેદીને રાજદે લાંગાવદરાએ સ્નાન કર્યું અને આ ગીતને રચનાર ચારણ બાલવો નરો કહે છે કે ગઢવી કોમના નૂર સમાન એ રાજદે સ્વર્ગમાં સંચર્યો.

*

ભાગીરથીના દુહાઓઃ રાજદે ચારણે રચેલા તમામ દુહાઓ તો મળતા નથી, અને આ વાર્તામાં ટાંકેલા પૈકી પણ અમુક તો અન્ય ચારણોના રચેલા હોવાની આશંકા બતાવાય છે. દુહાઓની જૂની નવી ભાષા પરથી પણ આ સંદેહ દૃઢ થાય છે.