લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલેરા વાળો
૧૪૭
 


ત્યારે કાંઈ મારુયાનાં મૂલ હોય ? પેટનો દીકરો વેચાય નહિ. ઊલટ આવે તો હેતુ-મિત્રુને ચડવા આપી દઈએ.”

“ખોડા ગઢવી ! શંકર તમને મારુયો આપે છે.” એમ કહી, જરિયાની સામાનમાં સજાવેલ મારુયો હાજર કર્યો. લવિંગ જેવડી કાનસૂરી રહી ગઈ છે, કપાળમાં માણેકલટ ઝપાટા ખાય છે, ધતૂરાનાં ફૂલ જેવાં નાખેરાં શોભે છે, ધનુષની કમાન જેવી મારુયાની સાંકળ (ડોક) વળી રહી છે, અને ખોડા ગઢવી મારુયાની તારીફનું સપાખરું ગીત રચી લાવેલ છે, એ પોતે બોલવા લાગ્યા.

સારા સોનમેં બનાયા સાજ ઝોપૈયા મારુયા સરે[],
તણી વેળા ઓપે ઘોડા સારા સપહાસ,
હાકાલાકા હુવા કૈંક જોવા મળ્યા દેસ હાલી,
અડાબીડ મૂળુ તણી પૂરી કે ન આસ. (૧)

પાગા નાખતા ૨કાબ કવિ ધાગા ભરી પાગા,
આગા જાવે નહિ ભાગા મૃગાણા હીં આજ,
તોકતા ગેણાગા તરી[] બાગા હાથ જાય ત્યાં તો,
રિઝા રાગા વ્રવે નાજાહરા અભેરાજ. (૨)

રૂમ્મા ઝુમ્મા ઠમ્મા ઠમ્મા તરી ખેળા[] જેમ રમે,
તળપ્પે []ગઢાંકે માથે જાણ્ય છૂટાં તીર,
ચાસરા ઉરહીં ચોડા કાનસૂરી જરા સોહે,
સમંપે[] એરસા[] ઘોડા, વાલેરા સધીર. (૩)

કાઢાં બીચ કોઈ દોરી કાનસૂરી ભ્રમ્મકોરી,
કોઈ દોઈ બજારાં મેં ચડી જે કતાર,
ગત બેટી મુંગલારી ગોખડામાં જોવે ગોરી,
શીખીઓ લંગોરી ફાળ શે’જાદો સવાર. (૪)

મુખડામાં પ્રેમ દેતી ઠમંકતી પ્રોતી [] મોતી,
રંગેરંગ કાઢે ગોતી જોતી સભા રાજ,
હૈયાકી ઉગાડી દોતી[]બડા કામ કિયા હિન્દુ,
નાચતા નટવા દિયા કવંદાંકું[] નાજ. (૫)


  1. ૧. શિરે
  2. ૨. ઘોડા.
  3. ૩. અપ્સરા.
  4. ૪. તરાપ મારે.
  5. ૫. સમર્પે.
  6. ૬. એવા,
  7. ૭. પરોવતી.
  8. ૮. દ્યુતિ.
  9. ૯. કવિને.