પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાલેરા વાળો
૧૪૯
 


રાખે લોભ ઉદેપરા, જોધપરા લોભ રાખે,
ચડેવાંકુ લોભ રાખે દલ્લી પતશાવ,
રાખે લોભ જડેસરા, પ્રેમેસરા લોભ રાખે,
નાથ વાલગાકે હાથે નાખણા અથાવ. (૧૩)

ખોડા નીલા તણી ભીડ કાઢી તે ઘડીમાં ખેધુ,
પાળ્યાં વેણ કિયા પચા લાખરા પવંગ,
નાજાહરા રાખ્યા નામ મૂછાં સરે હાથ નાખી,
રાજ વાલગેશ થાને ઘણાં ઘણાં રંગ. (૧૪)

ચારણના એક હાથમાં મારુયાની લગામ અને બીજા હાથમાં માળા છે. મુખમાંથી ઘોડાની તારીફની ધારા વહેતી થઈ છે.

ચારણના લલકારને ચરણે ચરણે, મારુયાના નોખા નોખા આકારો કનૈયા સ્વરૂપ, જટાળા જોગીનું રૂપ, મોગલ શાહજાદીના આશક કોઈ શાહજાદાની પ્રતિમા, નટવાનાં નૃત્ય — એવા આકારો ઊઠવા લાગ્યા છે.

એ વખતે એક આયર ત્યાં ઊભો હતો. એણે પોતાની એંસી ભેંસો ખોડાભાઈ ગઢવીને બક્ષિસ કરી. ખોડાભાઈએ એમાંથી બે ભેંસો રાખીને બાકીની દરબારી નોકરોને વહેંચી દીધી. મરુયાના સુવર્ણ-જડિત સામાનમાંથી પણ થોડો બક્ષિસ આપી દીધો. વાલેરા વાળા કહે : “અરે, ખોડાભાઈ આવી કીમતી ચીજ કાં આપી?”

ખોડાભાઈએ જવાબ દીધો: “દરબાર, તેં મને આવો અમૂલખ ઘોડો દઈ દીધો, ત્યારે હું શું એટલુંય ન આપું ?”

પાંચાળ તરફની એક વૃદ્ધ ચારણી વાલેરા વાળાનાં વહુની પાસે વરસોવરસ આવતી-જતી. એક વખત એ આવી, રાત રહી. બાઈ એ એને કોરી શીખમાં આપી. કોરી