પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

 “ભાઈ, બીજાની તો ભે નથી, પણ ઈ કાળો‌ ખાચર કાળ જેવો લાગે છે. સાવજને પીંજરમાં પૂર્યા વગર ફાવશું નહિ.”

લુંટારાઓએ સહુથી પ્રથમ કાળા ખાચરના ખોરડા ઉપર જઈને બહારથી સાંકળ ચડાવી દીધી અને પછી મંડ્યા ગામને ધબેડવા. ગામમાં તો કંઈક બાયલા ભર્યા હતા.

“એ મુંસે લઉ જાવ ! એ કોઈ બારણો ઉઘાડો ! માળો મોત બગાડો મા ! ઉઘાડો ! ઉઘાડો ! ઉઘાડો !”

એમ બોલતો, લૂંટારાના દેકારા સાંભળી સાંભળીને બારણાની સાથે માથું પછાડતો એંસી વરસનો આપો કાળો અધમૂઓ થઈ ગયો. પછી એ ઝાઝું જીવ્યો નહિ.