પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પરિશિષ્ટ ૧
    માણસિયાનું મૃત્યુગીત

    [ઘણું કરીને મૂળુભાઈ વરસડા નામના ચારણે આ રચ્યું છે. દગલબાજી અને ગોત્રહત્યાનાં દૃષ્ટાંતો રાજસ્થાનનાં તેમ જ સોરઠનાં રાજકુલોની તવારીખમાંથી તારવીને ચારણ આ ગીતમાં માણસિયાના પિત્રાઈઓને ફિટકાર આપે છે.]

    કાંસા ફૂટ્યા કે ન ફૂટ્યા બાગા રણંકા હજારાં કોસ,
    મીટે કાળ આગે ભાગા બચે કોણ મોત,
    મીરખાને ખોટ ખાધી સવાઈ કમંધ માર્યા,
    'ડોલી મારવાડ બાધી ટકાવે દેશોત.

    પેલકે પાંકડે ધીંગ દેવીસિંગ માર્યા પોતે,
    મહારાજ ખૂટી ગિયા તીન ઘડી માંય,
    પાણીઢોળ કીધો આઠે મસલ્લાકો આણીપાણી,
    જોધાણે ગળીકા છાંટા કે દિયે ન જાય.

    માન[૧] ગેલે ત્રીજી બેર વાટે પ્રાગજીકું માર્યા,
    ઓઠે વાળ્યા ઝાલા બધા એકેથી અનેક,
    ઝાલારી ચાકરી કીધી માથે પાણીફેર જોજો,,
    હળોધકી ગાદીકું લગાડી ખોટ હેક.

    કાઠિયાવાડમાં હુવો અસો ન બૂરો કામો,
    દગાદારે દેખ્યા આગે ખૂનિયારો દેખ,
    સત સો બત્રીસ માંહી બેઠી ખોટ જગાં સુધી,
    મંડી સાવ સોનાથાળી માંહી લુવા મેખ,


    1. ૧. હળવદના રાજ માનસિંહે પ્રાગજી નામના પોતાના સ્વામીભક્ત રજપૂતની હત્યા કરી હતી.
    ૧૬૭