પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

ધોડ કરે ખગ ધૂણિયા કાબળ અણકળ,
બતત પેખે બરબિયો વીરત ડાડાવળ,
વેરિયાં પડ તાણાવિયો વઢવા કજ વીહળ,
નરહો કોઈ ભાજે નૈ ભેળનાં નરા ભળ.

નિશાણી ૮

વિહળ પૂછે વ્રાહ્મણાં સુણ કેસવ કંધાળા,
કણ પગલે સ્ત્રગ પામીએં પશતક નૈયાળા ?
ફૂંડે મરણ જે કરે, ગળે હેમાળાં,
કરવત ભેરવ કરે, શીખળ શખાળાં.
ત્રિયા ત્રંબાસ આપતળ જે અરે હઠાળા,
તે વ૨ દિયાં વીહળા સ્રગ થિયે ભવાળા.

વીસળ (કેશવગરને) પૂછે છે, કે હે બ્રાહ્મણ, સાંભળ. હે શૂરવીર કેશવ, કયે પગલે સ્વર્ગ પમાય એવું કોઈ પુસ્તક નિહાળ્યું છે તેં ? (કેશવ કહે છે :) કૂંડાળે મરણ કરે, હિમાલયમાં ગાત્રો ગાળે, કાશીએ કરવત મુકાવે, ગિરનાર પર ભૈરવજપ ખાય, સિંહની સામે લડી મરે, અબળા, ગાય કે પોતાના ગરાસ માટે જે હઠીલાઓ મરે, તે બધા સ્વર્ગે જાય, હે વરદાયી વીસળ !

નિશાણી ૯

વહળ રાબો, રાબો ધાનરવ, સૂરાં ગર સાજણ,
નાગાજણ, રવિયો, નગડ, મૂળિયો, લખમણ,
રૈયણ, સોયો, તેજરવ, સાધે સાંબસણ,
હઠમલ જોગડો ખીમરવ, મરવા હેક લડણ,
આંબર લાંગો આલગો નરદેવ ન્રભે પણ,
સજડે પાલો વેરસલ કેસરિયા વઢકણ,
વીરત કેસવ વ્રામણું બરંબે બ્રદઘણ,
આડા ઊભા આંબલી રઢમલ માંડે રણ.

એક વીસળ રાબો, બીજો ધાનરવ રાબો, ત્રીજો શુરવીર સાજણગર, ચોથો નાગાજણ, પાંચમ રવિયો, છઠ્ઠો લખમણ, ત્રણે મૂળિયા ચારણ : સાતમો તેજરવ સોયો, સામસામાં બાણ સાંધે તેવો તીરંદાજ; આઠમો ખીમરવ, મરવા માટે એકલો લડનારો; નવમો