પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘અણનમ માથાં’નું કથાગીત
૧૭૩
 

 આલગો, નિર્ભય મનવાળો; પાલો અને વેરસલ, જે બંને કેસરિયા કહેવાતા, અને બારમો કેશવગર બ્રાહ્મણ, જેને ઘણાં ઘણાં બિરુદો હતાં. તે બધાએ આંબરડી ગામની આડે ઊભા રહીને રણસંગ્રામ માંડ્યો.

નિશાણી ૧૦

ચાળ બંધે ચલ્લિયા લૂંવડ હઠાળા,
સાહંદા એ યારસું મુકલ મેહમંદા,
ખદાબદ ખેસખણ કરણ કહંદા,
જાવદા રેમાનજા વ્રત રોજ ૨હંદા,
પરિત્રિ-નંદા પરામખ વેરાગ વેહંદા,
ગાત્ર ગેહંદા ગજ્જણ લંક મેહંદા,
સગળા હંદા સારખા દરશણ દેહંદા.

ચાળ બાંધીને એ લૂંવડ જાતના બારે હઠીલા ચારણો ચાલ્યા. સામે મુગલો અને મોહમેદો છે, જેઓ સાદા રહેમાનનાં વ્રત રહેનાર છે, પરસ્ત્રીના ભોગી છે, પરાઙ્‌મુખ છે, વૈરાગ્યવિહીન છે, હાથી જેવા અંગોવાળા ગઝનીઓ છે, લંકાના યોદ્ધા જેવા છે : એવા તમામ સરખાં યવનોએ દેખાવ દીધો.

નિશાણી ૧૧

મીર બચારા ત્રમખ્ખી જકે સ્ત્રવભ્રંખી,
કુંચ કુંવારી મોંયરખી મુંગલ અશમખ્ખી,
ધેધિંગર ધોમચખી જેરી વાણ વલંખી,
વાણ વલંખી વાત જે સરતાણ અસંખી,
તાણે ટંક અઢાર કી એહડા તીર નખી,
તે વરદાય વિહળાસું વેધે વધંખી.

તામસી, સર્વભક્ષી, મોં પર દાઢી રાખનાર, અશ્વ જેવા મોંવાળા મુગલો; ધીંગા અને ધોમચખ આંખોવાળા, જેની વાણી વસમી છે એવા અસંખ્ય સુલતાનો : અઢાર આયુધ બાંધનારા, તીર રાખનારા, એવા તમામ વીસળની સામે લડવા આવ્યા.

નિશાણી ૧૨

સવાણી સનાયા ભારથ અબંગા,
મેરે બગતરા પાખરાં એહણાં લોહ અંગા,