પૃષ્ઠ:Rasdhar4.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણનમ માથાં
 


“જુવાનો !” વીસળે વાણીનો ટંકાર કર્યો, “જુવાનો ! આજ આપણાં અમરાપુરનાં ગામતરાં છે. અને કેશવગરે ગણાવ્યા એટલા કેડામાંથી ‘કૂંડાળે મરણ’નો કેડો આજ લગી દુનિયાને માથે કોરો પડ્યો છે. બીજે માર્ગે તો પાંડવો સરખા કંઈકનાં પગલાં પડ્યાં છે. પણ આજ આપણે સહુએ આ નવી વાટે હાલી નીકળવું છે. જોજો હો, ભાઈબંધો ! આજ ભાઈબંધીનાં પારખાં થાશે. આજ આખર લગી લડજો અને સાંજ પડે ત્યારે મોતની સેજડીએ એકસંગાથે સૂવા આ કૂંડાળે સહુ આવી પહોંચજો. કહો, કબૂલ છે?”

“રૂડું વેણ ભણ્ર્યું, વીહળભા !” દસે જણાએ લલકાર દીધો.

“આકળા થાઓ મા, ભાઈ, સાંભળો ! કૂંડાળે આવવું તે ખરું, પણ પોતાપોતાનાં હથિયાર પડિયાર, ફેંટાફાળિયાં અને કાયાની પરજેપરજ નોખાં થઈ ગયાં હોય તેયે વણીને સાથે આણવાં. બોલો, બનશે?”

“વીહળભા !” ભાઈબંધો ગરજ્યા, “ચંદરસૂરજની સાખે માથે ખડગ મેલીને વ્રત લીધાં છે. આ કેસરિયા વાઘા પહેર્યા છે. આ કંકુના થાપા લીધા છે અને હવે વળી નવી કબૂલાત શી બાકી રહી? અમે તે તારા ઓછાયા, બાપ ! વાંસોવાંસ ડગલાં દીધે આવશું.”

“જુઓ, ભાઈ ! અત્યારે આજ સાંજરે આપણામાંથી આંહીં જે કૂંડાળા બહાર, એ ઈશ્વરને આંગણેય કુંડાળા બહાર; વીસરશો મા.”

દસે જણાએ માથાં નમાવ્યાં.

“અરે, પણ આપણો તેજરવભા ક્યાં?”

“તેજરવ પરગામ ગયો છે.”

“આ.. હા ! તેજર રહી ગયો. હઠાળો તેજરવ વાંસેથી માથાં પછાડીને મરશે. પણ હવે વેળા નથી. ઓલે અવતાર