પૃષ્ઠ:Rasdhar4.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણનમ માથાં
૧૧
 


ઝાકઝીક : ઝાકઝીક : ઝાકઝીક : સામસામી તલવારોની તાળીઓ પાડવા મંડી. એક એક ભાઈબંધ સો સો શત્રુના ઝાટકા ઝીલવા મંડ્યો. એક એક જણે જાણે અનેક રૂપ કાઢીને ઘૂમવા માંડ્યું. અને હાથીને હોદ્દેથી સુલતાન જોઈ જોઈને પોકાર કરવા લાગ્યો કે, ‘યા અલ્લાહ ! યા અલ્લાહ ! ઈમાનને ખાતર ઈન્સાન કેવી જિગરથી મરી રહ્યો છે !’

“વાહ, કેશવગર ! વાહ બાવાજી ! વાહ, બ્રાહ્મણ, તારી વીરતા !” એવા ધન્યવાદ દેતો દેતો વીસળજી રાબો કેશવગરનું ધીંગાણું નીરખે છે.

શું નીરખે છે? કેશવગરના પેટ પર ઘા પડ્યા છે, માંહીથી આંતરડાં નીકળીને ધરતી પર ઢસરડાય છે, આંતરડાં પગમાં અટવાય છે, અને જંગ ખેલતો બાવો આંતરડાંને ઉપાડીને પોતાને ખભે ચડાવી લે છે.

“વીહળભા !” વીસળના નાનેરા ભાઈ લખમણે સાદ દીધો: “વીહળભા, જીવતાં સુધી મારી સાથે અબોલા રાખ્યા, અને આજ મરતુક આવ્યાં તે મને તારા મેઢાનો મીઠો સુખન નહિ ! વિહળ, કેશવગરને ભલકારા દઈ રિયા છો, પણ આમ તો નજર માંડો !”

ડોક ફેરવીને જ્યાં વીસળ પોતાના ભાઈની સામે મીટ માંડે ત્યાં તો જમણો પગ જુદો પડી ગયો છે એને બગલમાં દાબીને એક પગે ઠેકતો ઠેકતો લખમણ વેરીઓની તલવાર ઠણકાવી રહ્યો છે. ભાઈને ભાળતાં જ જીવતરના અબોલા તૂટી પડ્યા. વીસળની છાતી ફાટફાટ થઈ રહી.

“એ બાપ, લખમણ, તું તો રામનો ભાઈ, તને ભલકારા ન હોય. તું શૂરવીરાઈ દાખવ એમાં નવાઈ કેવી? પણ કેશવ તો લોટની ચપટીનો માગતલ બાવો : માગણ ઊઠીને આંતરડાંની વરમાળ ડોકે પહેરી લ્યે એની વશેકાઈ કહેવાય, મારા