પૃષ્ઠ:Rasdhar4.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હોથલ
૧૭
 


 

ઓઢે કેસરિયાં પેરિયાં, આંગણ ઉજારો,
દીઠો દેરજો મોં તડે, સૂર થિયો કારો

કેસરિયા પોશાકમાં શોભતો દેવર દાખલ થયો ત્યાં તો ઓરડે અજવાળાં છવાયાં. દેરનું મોઢું દેખાતાં સૂરજ ઝાંખો પડ્યો.

 

ઓઢે કેસરિયાં પેરિચાં, માથે બાંધ્યો મોડ,
દેર ભોજાઈ આપણે, મળિયું સરખી જોડ.

અહાહા ! વિધાતાએ તો મારી અને ઓઢાની જ જોડી સરજી. પણ મારાં માવતર ભૂલ્યાં.

“માતાજી ! મારા જીવતરનાં જાનકીજી ! તમે મારા મોટા ભાઈનાં કુળઉજાળણ ભલે આવ્યાં,” એમ કહીને લખમણ જતિ જેવા ઓઢાએ માથું નમાવ્યું.

“હાં, હાં, હાં, ઓઢા જામ, રેવા દો,” એમ કહી ભોજાઈ દોડી, હાથ ઝાલીને દેવરને ઢોલિયા ઉપર બેસાડવા માંડી —

 

ઓઢા મ વે ઉબરે હી પલંગ પિયો,
આધી રાતજી ઊઠિયાં, ઓઢો યાદ આયો.

એ ઓઢા જામ, તું સાંભર્યો અને અધરાતની મારી નીંદર ઊડી ગઈ છે. થોડા પાણીમાં માછલું ફફડે તેમ ફફડી રહી છું. આવ, પલંગે બેસ. બીજી વાત મેલી દે.

ઓઢો ભોજાઈની આંખ ઓળખી ગયો. દેવતા અડ્યો હોય ને જેમ માનવી ચમકે, એમ ચમકીને એ આઘે ઊભો રહ્યો. “અરે ! અરે, ભાભી !”

 

હી પલંગ હોથી હીજો, હોથી મુંજો ભા,
તેંજી તું ઘરવારી થિયે, થિયે અસાંજી મા.

તારા ભરથાર હોથીનો આ પલંગ છે. અને હોથી તો મારો ભાઈ. એની તું ઘરવાળી. અરે, ભાભી, તું તો મારે માતાને ઠેકાણે.

 

ચૌદ વરસ ને ચાર, ઓઢા અસાં કે થિયાં,
નજ૨ ખણી નિહાર, હડાં ન રયે હાકલ્યાં.