પૃષ્ઠ:Rasdhar4.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 


વીસલદેવે જવાબ દીધો કે, “હે બેલી, બાંભણિયા બાદશાહનાં મે’ણાં મારે માથે રાત-દિવસ ખટક્યા કરે છે. નગરસમોઈની સાત વીસું સાંઢ્યો જ્યાં સુધી હું ન કાઢી આવું, ત્યાં સુધી હું અનાજ નથી ખાતો, ધૂળ ફાકું છું.”

“બાંભણિયાની સાંઢ્યું? ઓહો, પારકરની ધરતી તો મારા પગ તળે ઘસાઈ ગઈ પલકારામાં સાંઢ્યું વાળીને હાજર કરું છું. મારા બસે જણ બેઠા બેઠા તારા રોટલા ચાવે છે, એને હક કરી આવું,” એમ કહીને કટક લઈને ઊપડ્યો.

 

ઓઢે સરવર પાર, નજર ખણી નિયારિયું,
એક આવે અસવાર, નીલો નેજો ફરુકિયો.

એક તલાવડીને આરે ઓઢા જામ તડકા ગાળવા બેઠેલ છે. વાયરામાં લૂ વરસે છે. હરણનાં માથાં ફાટે એવી વરાળ ધરતીમાંથી નીકળે છે. એમાં આંખો માંડીને ઓઢે જોયું તો તડકામાં એક ઘોડેસવાર ચાલ્યો આવે છે. આસમાનને માપતો એનો ભાલો રમતો આવે છે. લીલી ધજા ફરકે છે. અસવારના અંગ ઉપરનું કસેલું બખતર ઝળકારા કરતું આવે છે. કૂકડાની ગરદન જેવું ઘોડાનું કાંધ, માથે બેઠેલ અસવાર, અને ઘોડાના પૂંછડાનો ઊડતો ઝંડો, એમ એક અસવાર, ત્રણ ત્રણ અસવારો દેખાડતો આવે છે. સીમાડા ઉપર જાણે બીજો સૂરજ ઊગ્યો !

ઓઢાના અસવાર માંહોમાંહી વહેંચણ કરવા મંડ્યા :

“ભાઈ ઈ મુસાફરનોને ઘોડો મારો !” — “ઘોડાનો ચારજામો મારો !” — “અસવારનું બખતર મારું !” — “આદમીનો પોશાક મારો !”

સામી પાળે પોતાના ઘોડાને પાણી પાતો અસવાર આ લૂંટારાઓની વાત કાનોકાન સાંભળી રહ્યો છે. મરક મરક હસે છે. જરાક પરચો તો દેખાડું, એમ વિચારીને એણે