પૃષ્ઠ:Rasdhar4.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

કલેજાં ઉઘાડીને વાત કરવા જેટલો વખત નથી. માટે મેલો એ વાતને. આવો, કસુંબા પિયે.”

ઓઢાએ ને એકલમલ્લે સામસામી અંજલિ ભરી. એકબીજાને ગળાના સોગંદ આપીને અમલ પિવરાવ્યા. પીતાં પીતાં થાકતા નથી. હાથ ઠેલતાં જીવ હાલતો નથી. કસૂંબાની અંજલિઓમાં એકબીજાનાં અંતર રેડાઈ ગયાં છે. અમલ આજ અમૃતના ઘૂંટડા જેવું લાગે છે. જેમ —

 

મૂંમન લાગી તુંમનાં, તુંમનાં લાગી મૂં,
લૂણ વળુંભ્યાં પાણીએ, પાણી વળુંભ્યાં લૂણ.

જાણે લુણ-પાણ ઓગળીને એકરસ થઈ જાય તેવાં સામસામાં અંતર પણ એકાકાર થઈ ગયાં. મુખે ઝાઝું બોલાતું નથી. ઓઢો વિચાર કરે છે કે, “હે કિસ્મત ! આ બસોને બદલે એકલો એકલમલ્લ જ મારી સંગાથે ચડ્યો હોય, તો આભજમીનનાં કડાં એક કરી નાખતાં શી વાર?”

એકલમલ્લે પૂછ્યું, “ઓઢા જામ, કેણી કોર જાશો ?”

“ભાઈ, નગરસમોઈના બાંભણિયા બાદશાહની સાંઢ્યું કાઢવા. કેમ કે, એ કારણે પીરાણા પાટણનો ધણી મારો મશિયાઈ વીસલદેવ, પોતાની થાળીમાં ચપટી ધૂળ નાખીને ધાન ખાય છે. પણ તમે ક્યાં પધારો છો?”

એકલમલ્લે મોઢું મલકાવ્યું : “બેલી, એક જ પંથે – એક જ કામે.”

“ઓહોહો ! ભારે મજાનો જોગ. પણ તમે કોની સારુ ચડ્યા છો?”

“ઓઢા જામ ! કનરા ડુંગરની ગુંજમાં અમારાં રહેઠાણ છે. બાપુ મોતની સજાઈમાં પડ્યા. છેલ્લી ઘડીએ જીવ નીકળતો નહોતો. એને માથેય બાંભણિયાનાં વેર હતાં. બાંભણિયાની સાંઢ્યો લાવવાની પ્રતિજ્ઞા અધૂરી રહેતી હતી, એટલે બાપુનો