પૃષ્ઠ:Rasdhar4.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
સૌરાષ્ટ્રની રસધાર : ૪
 

એની તણખાઝરતી આંખડીઓ એ ટાણે અમીભરી કાં દેખાણી? એના સાવજ જેવા સાદમાં કોયલના સૂર કાં ટૌક્યા ?”

એણે ઘેડો થંભાવ્યો.

‘ના ના, હે જીવ ! એ તો ખોટા ભણકારા.'

ઘોડો હાંક્યો, પણ મન ચગડોળે ચડ્યું. કોઈક ઝાલી રાખે છે, કોઈ જાણે પાછું વાળે છે. ફરી વાર ઘોડો થંભાવ્યો. સાથીઓને કહ્યું :

"ઓ ભાઈઓ !

ઝાઝા ડીજ જુવાર, વીસરદેવ વાઘેલકે,
જિતે અંબી વાર, તિતે ઓઢો છંડિયો.

જાઓ, જઈને વીસલદેવ વાઘેલાને મારા ઝાઝા કરીને જુહાર દેજો. અને જો પૂછે કે ઓઢો ક્યાં, તો કહેજો, કે જ્યાં બાંભણિયાની સેના આંબી ગઈ ત્યાં ધીંગાણું કરતાં કરતાં ઓઢો કામ આવી ગયો.

એટલું કહીને ઓઢાએ ઘોડો પાછો વાળ્યો. પોતાને રસ્તાની જાણ નથી. જંબુમેરની ગરદન થાબડીને બોલ્યો “હે દેવમુનિ, તારી કાનસૂરીએ ચોકડું છોડી દઉં છું. તને સૂઝે તે માર્ગે ચાલ્યો જાજે.”

જંબુમોર ઘોડો પોતાના ભાઈબંધ એલચીને સગડે સગડે ડાબા મેલતો ચાલી નીકળ્યો.

ચખાસર સરોવર : કિનારે ઝાડવાંની ઘટા ઝળુંબી રહી છે. પંખી કિલ્લોલ કરે છે.

ચખાસરના ઝંડમાં જઈને જંબુમોરે હાવળ દીધી. ત્યાં તો હં – હ – હં – હં ! કોઈક ઘોડાએ સામી હણેણાટી દીધી.

અવાજ ઓળખાણો. એકલમલ્લના ઘોડા એળચીનો જ એ અવાજ. આઘેથી નીલો નેજો, ભાલો, ભાથો, તલવાર અને બખતર ઝાડને ટેકે પડેલાં દેખ્યાં.

અહાહા ! એ જ મારા બેલીડાનો સામાન. બેલી મારો