પૃષ્ઠ:Rasdhar4.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
સૌરાષ્ટ્રની રસધાર : ૪
 

ગ૨ મોરાં, વન કુંજરાં, આંબા ડાળ સૂવા,
સજણ કવચન, જનમધર, વીસરશે મૂવા.

હોથલ, મારી હોથલ, મોરને એનો ડુંગર, કુંજરને એનાં જંગલ, સૂડા-પોપટને એની આંબાડાળ, વહાલાં સ્વજનનો કડવો બોલ અને પોતપોતાની જનમભોમ : એટલાં તો મરીએ ત્યારે જ વીસરાશે.

જનમભોમની આટલી ઝંખના ! હોથલ થડક થઈ ગઈ. માનવીને માનવીના કરતાં જનમભોમનાં ઝાડ-પથરા આટલાં બધાં વહાલાં? હોથલ અજાયબીમાં ગરક બની ગઈ. ઓઢાના મુખમંડળ ઉપર એણે જાણે કોઈ જનેતાની છાયા છવાઈ ગઈ હોય એવું જોયું. માતાના થાનેલા ઉપરથી વિછોડાયેલું બાળક ફરી વાર માની ગોદમાં સૂવા તલસતું હોય એવું દીઠું. એ બોલી : “ઓઢા રાણા ! કચ્છમાં ખુશીથી હાલો.”

જનમભોમમાં

ઠાકરદ્વારની ઝાલર ઉપર સંધ્યાની આરતીના ડંકા પડ્યા ત્યારે અંધારે અંધારે લપાઈને ઓઢા-હોથલે એનાં બે બાળકો સાથે પોતાની વહાલી જન્મભોમને પાદર આવીને વિસામો કર્યો.

“હોથલ ! કિયોરનાં ઝાડવાં તો લળી લળીને વારણાં લે છે. વાયરા બથમાં લઈને ભેટી રહ્યા છે. ધરતીયે સગી જનેતા જેવી ખોળો પાથરે છે. આહાહા ! હોથલ, જનમભોમની માયા તો જો !”

“ઓઢા જામ!” હોથલ હસી, “હવે માનવીના આવકાર કેવાક મીઠા મળે છે તેટલું ગામમાં જઈને તપાસી આવો. અમે અહીં બેઠાં છીએ.”

“કાં ?”

“ઓઢા, ઠીક કહું છું, માનવીના હૈયામાં મારગ ન હોય તો છાનામાનાં પાછા વળી જશું.”

અંધારે ઓઢો એકલો ચાલ્યો, શેરીએ શેરીએ ફૂલ