પૃષ્ઠ:Rasdhar4.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
સૌરાષ્ટ્રની રસધાર : ૪
 
દેવા વાળા, બોલ રે બોલ, એ સૈન્ય ચલાવનારા, આજ તેં કયા શત્રુને માથે હલ્લો કરવા માટે ઘોડા ઉપર જીન કસકસ્યાં છે ?

જરદ સાંપ્યાં નરા, પાખરાં જાગમેં,
સજસ ઉકરસ વધે વ્યોમ છબિયા,
તું હારા આજ પ્રજમાજ કાંથડ તણા!
હમસકી ઉપરે ધમસ હબિયા.

આજ તેં તારા જોદ્ધાઓને બખતર પહેરાવ્યાં છે, અને અશ્વોને પાખર સજાવ્યાં છે; તારો સુયશ અને ઉત્કર્ષ ઉછળી ઊછળીને આભમાં અડકે છે; કાઠીઓની ત્રણ પરજોની માઝારૂપ હે કાંથડ વાળાના પુત્ર, આજ કોના ઉપર તારો હુમલો થવાનો છે ?

સાથિયા ભાથિયા થકી દળ સાજિયા,
વાગિયાં ઘોર પંચશબદ વાજાં
આજ તુંહારા કિયા કણી દશ ઉપરાં,
તોર કટકા હુવા બિયા નાજા?

તારા સંગાથીઓનું આ સૈન્ય સજ્યું છે. પાંચ સૂરે ઘોર વાજિંત્રો વાગી રહ્યાં છે. આજ કઈ દિશા ઉપર, હે (ભીમોરાના ધણી પછીના) બીજા નાજા વાળા, તારું કટક પડવાનું છે?

સાયલા, મોરબી, લીંબડી તણે સર,
સિયોરો જગાડછ વેર સૂતો?
(કે) કોટ સરધારરો ઘાણ રણ કાઢવા,
રાણ વખતાસરે ફરછ રૂઠો?

તું તે સાયલા, મોરબી, લીંબડી કે શિહોર સાથેનાં તારાં સૂતેલાં વેરને જગાડી રહ્યો છે, અથવા તો શું સરધારના કોટનો નાશ કરવા કે ભાવનગરવાળા ભોપાળ વખતસિંહજી પર રૂઠ્યો ફરી રહ્યો છે?

એ સનાળીના ચારણ કસિયા નીલાએ પ્રભાતને પહોર આપા દેવાને રાતીચોળ આંખે ઘોડે ચડતો દીઠો. લાગ્યું કે નક્કી કોઈ જોરાવર વેરીના પ્રાણ લેવા દેવો વાળો જાય છે. મનમાં થયું કે હું દેવીપુત્ર સામો મળું અને શું આજ બાપડા કોઈક વીર નરની હત્યા થશે? તો તો મારાં લોહીનાં શુકન લેખાય. દેવાને એક વાર હેઠો ઉતારું. પણ ‘ક્યાં’કારો તે