પૃષ્ઠ:Rasdhar4.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઓળીપો
૬૩
 


નિસરણી ઉપર ચડીને રૂપી જ્યારે પોતાના ઘરની પછીતને અને ઊંચા ઊંચા કરાને ઓળીપા કરે છે, ત્યારે પાડોશણો આશીર્વાદ દેતી જાય છે કે, ‘વાલામૂઈ પડે તો ઠીક થાય !’

ભૂખી-તરસી વહુને આખો દિવસ એાળીપો કરતી નિહાળીને સાસુ-સસરો હેતાળ ઠપકો આપે છે કે, “અરે રૂપી, ખાધાનીયે ખબર ન પડે, બેટા?”

એને માથે ચારે છેડે છૂટું ઓઢણું ઢળકે છે. એના ઘઉંવરણા ગાલ ઉપર ગોરમાટીના છાંટા છંટાઈ ગયા છે. એના દેહના દાગીના ધૂળમાં રોળાણા છે. શરણાઈ-શી એના હાથની કળાઈઓ કોણી સુધી ગારામાં ગરકાવ છે. તોય રૂપીનાં રૂપ કાંઈ અછતાં રહે?

રૂપીને વર નથુ રોટલો ખાવા આવે છે. એકલા બેસીને ખાવું એને ભાવતું નથી.

“રૂપી !” નથુ બહાર નીકળીને એને સાદ કરે છેઃ “રૂપી, આવડી બધી કેવાની અધીરાઈ આવી છે, ઘર શણગારવાની ? કાંઈ મરી બરી તો જાવાની નથ ના !”

“લે, જો તો, બાઈ ! નથુ કેવી વાણી કાઢી રિયો છે ! મેરની દીકરી ખોરડું ન શણગારે ત્યારે એનો જન્મારો કાંઉ ખપનો, નથુ?”

“હે ભગવાન ! આ મેરની છોકરી તો નવી નવાઈની ! કવરાવ્યો મને ! ભગવાન કરે ને નિસરણી લસરે જાય !” એટલું કહીને નથુ હસે છે.

“તો તો, પીટ્યા, તારે જ મારી ચાકરી કરવી પડશે. સાજી થાઉં તોયે તારા ખોળામાંથી ઊઠાં જ નહિ ને ! ખોટી ખોટી માંદી પડેને સૂતી જ રાં!”

રૂપી અને એનો વર નથુ ખોરડાની પછીતે ઊભાં ઊભાં આવી મીઠડી વાતો કરીને અંતર ભરી લેતાં ને પેટ ભરવાની