પૃષ્ઠ:Rasdhar4.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઓળીપો
૬૫
 


પરણ્યા પછી આજે પહેલી જ વાર નથુએ રૂપીને એના ખરા રૂપમાં નીરખી, નથુ પાસે રૂપી રજા લેવા ગઈ. નથુથી ન રહેવાયું:

“રૂપી ! આ બધું પિયરિયામાં મા’લવા રાખે મૂકયું'તું ને ? ‘નથુ ! નથુ !’ બોલેને તો ઓછી ઓછી થે જાછ ! તંઈ આ શણગાર તો નથુ માટે કોઈ દી નુતા સજ્યા !”

“લે, જો તો, બાઈ ! આડું કાં બોલતો હઈશ, નથુ ! કામકાજ આડે મને વેશ કરવાની વેળા જ કે દી હુતી? અને આજ પે’ર્યું છે એય તારે જ કાજે ને ! તું હાલ્ય મારી હારે. મને કાંઈ ત્યાં એકલાં થોડું ગમશે?” એટલું બોલતાં તો રૂપીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં.

“અરે, ગાંડી ! એમાં કોચવાઈ ગી? અને મા-બાપની રજા વિના મારાથી અવાય ખરું કે ?”

“હું ફુઈને અને મામાને બેયને કેતી જાઉં છું ને ! તું જરૂર આવજે, હો ! તારા વન્યા મારી સાતમ નૈ સુધરે, હો નથુડા !”

એટલું કહીને રૂપી સાસરા કને ગઈ. પોતાની તોછડી, મીઠી વાણીમાં મેરની કન્યાએ તુંકારો દઈને કાલું કાલું વેણ કહ્યું:

“મામા, નથુને ચોકસ મેલજે, હો ! નીકર મારી સાતમ નૈ સુધરે.”

સાસુને પગે પડીને રૂપી બોલી, “ફુઈ ! નથુને ચોકસ મેલજે, હો ! નીકર મારી સાતમ નૈ સુધરે.”

“માડી મેલશું તો ખરાં, પણ તારાં માવતરનું સાચેખોટેય તેડું તો જોવે ને ” બુઢ્ઢી સાસુએ જવાબ દીધો.

“અરે, કુઈ, એનો ધોખો તું કરીશ નૈ. હું ત્યાં પહોંચ્યા ભેરી જ તેડું મોકલાવીશ ને !”

એમ કહીને રૂપી બચકું ઉપાડીને બહાર નીકળી — કેમ