પૃષ્ઠ:Rasdhar4.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 


રજપૂત બેલડીને બાદશાહે ગાડાં ભરી સરપાવ આપ્યો, ગામ તરફ વિદાય કરી. - વાણિયાનું કરજ ચુકાવી, બધી જમીન છોડાવી આ વ્રતધારી બેલડીએ એ દિવસે વિવાહની પહેલી રાત ઊજવી.

[કિનકેઇડ સાહેબે સિંધની કથા તરીકે આવી એક ઘટનાને પ્રગટ કરી છે. ‘રાજવીર-કથા’ નામની એક પુરાણી ચોપડીમાં આ વાર્તાનો નાયક ઉમરકોટનો સોઢો, પૈસા ધીરનાર વાણિયો જેસલમીરનો અને આશરો આપનાર ઉદેપુરના રાણા – એ રીતનું નિરૂપણ છે. કોઈ એને મારવાડની, તો કોઈ વળી સોરઠની ઘટના કહે છે. ચોક્કસ થતું નથી.]