પૃષ્ઠ:Rasdhar4.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સંઘજી કાવેઠિયો
૮૩
 

 ડેલીએ દાયરો જામ્યો છે. અઢાર વરસના કુંવર મેળાજીની ચોગરદમ જીવતો ગઢ કરીને રજપૂતો બેઠા છે. વચ્ચે નેવું વરસને કાંઠે ગયેલ સંઘજી કાવેઠિયો બેઠો છે. માથું, દાઢી, મૂછોના થોભા, નેણ અને પાંપણ: તમામના ધોળા શેતર જેવા ભરાવ વચ્ચેની એની બે પાણીદાર આંખો હળવી હળવી ઊઘડે છે અને બિડાય છે. દરબાર ભીમસંગજીના વખતથી જ એ કારભારી હતા. મરણટાણે દરબાર કહી ગયેલા કે “સંઘજી, સાણંદનું છત્ર થઈને રહેજે.”

છોલેલી શેરડીનાં માદળિયાં ખૂમચામાં છલોછલ ભરાઈને તૈયાર થઈ રહ્યાં છે. અને સંઘજી કાવેઠિયો જે ઘડીએ પહેલું માદળિયું હાથમાં લેવા જાય છે, તે જ ઘડીએ ગઢની મેડીમાંથી આવીને આદમીએ ખબર આપ્યા કે “ભાઈએ તમને જરા ઊભા ઊભા આવી જવાનું કીધું છે.”

હાથમાંથી શેરડીનું માદળિયું નીચે મૂકી દઈ સંઘજી કાવેઠિયો ઊભો થયો. બગલમાં તલવાર દાબી. હાથની આંગળીએ નાના કુંવર મેળાજીને વળગાડ્યા છે. નેવું વરસનો ખળભળી ગયેલો ડોસો મેળાજીના ખભા ઉપર હાથ ટેકવીને પોતાની વળી ગયેલી કાયાને સંભાળતો મેડીએ ચડ્યો.

"રામ રામ, બાપા !” સંઘજી કાવેઠિયાએ રામ રામ કર્યા.

એણે શેરડીના ભારા ભાળ્યા. એને એમ લાગ્યું કે કુંવરે પોતાને અને નાના ભાઈને આજ ઘણે મહિને હોંશે હોંશે શેરડી ખાવા બોલાવેલ છે. એનું ધ્યાન ન રહ્યું કે કુંવરે સામા રામ રામ ઝીલ્યા નથી, એ બોલ્યા: “બાપ, ભાઈ સારુ તો ત્યાંયે શેરડી તૈયાર હતી.”

“કાકા,” કંપતે હોઠે કરણસંગ બોલ્યા, “ત્રણ-દુ ભાગની વે'ચણ કરવાની સમસ્યા શેરડીના ભારામાં કરવી પડી?”

"સમસ્યા?” ડોકું ધુણાવીને સંઘજીએ માંડ માંડ શબ્દો