પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
90
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

આડોશીપાડોશી તમામ ભજન ઉપર થંભી ગયા છે. દેવરા જેવો વજ્રની છાતીવાળો જુવાન પણ આંસુડાં વહાવી રહ્યો છે, ઘરમાં ઘરડી માં રડે છે, ઓશરીમાં જુવાન બે બહેનો રુએ છે. પાલવડે આંસુડાં લૂછતાં જાય છે, ‘તોય નો આવી તું મારી પાસ –’ના પડઘા ગાજી રહ્યા છે, તે વખતે વેલ્યની ઘૂઘરમાળ રણકી, અને ડેલીએ જાણે કોઈએ પૂછ્યું કે “દેવરા આયરનું ઘર આ કે?”

એ પોતાનું નામ બોલાતાં તરત દેવરો ડેલીએ દોડ્યો અને કોઈ પરદેશી પરોણાને દેખીને, ઓળખાણ નહોતી છતાં, વહાલું સગું આવ્યું હોય તેવું અવાજે કહ્યું: “આવો, બા, આવો, આ ઘર રામધણીનું. ઊતરો.”

ઠેકડો મારીને ગાડાખેડુ નીચે ઊતર્યો. બેય જણા ખભે હાથ દઈને ભેટ્યા. બળદનાં જોતર છોડી નાખ્યાં. મહાદેવના પોઠિયા જેવા રૂડા, ગરુડના ઈંડા જેવા ધોળા અને હરણ જેવા થનગનતા બે બળદોને અમુલખ ભરત ભરેલી ઝૂલ્યો ઉતારી લઈને દેવરે ગમાણમાં બાંધી દીધાં. નાગરવેલ જેવું અષાઢ મહિનાનું લીલું ઘાસ નીર્યું. ગળે ઘૂઘરમાળ બાંધેલી તે બજાવતા બેય બળદ ખડ બટકાવવા મંડ્યા. અને પછી હિંગળોકિયા માફાનો પડદો ઊંચો કરીને કંકુની ઢગલીઓ થાતી આવે તેવી પાનીઓવાળી એક જોબનવંતી સ્ત્રી નીચે ઊતરી. વેલ્યનો ગાડાખેડુ મોખરે ચાલ્યો, સ્ત્રીએ પાછળ પગલાં દીધાં. અજાણ્યો ગાડાખેડુ ઓશરીએ ચડ્યો અને ડોશીને ટૌકો કર્યો: “આઈ, આ અમારી બેનને પોંખી લ્યો.”

ચકિત થતાં ડોશી બહાર આવ્યાં. આ બેન કોણ? પોંખણાં શાના? આ ગાડાખેડુ ક્યાંનો? કાંઈ સમજાતું નથી. ગાડાખેડુએ પોતાની સાથેની સ્ત્રીને કહ્યું: “બોન, બાપ, સાસુને પગે પડ.”

યુવતીએ ડોશીના પગમાં માથું ઢાળી દીધું. વગર ઓળખે ડોશીએ વારણાં લીધાં. દેવરાની બન્ને બહેનો મહેમાનને ઘરમાં લઈ ગઈ, અને દેવરો તો ઓશરીએ આવીને ઢોલરા સામે ચકળવકળ તાકી જ રહ્યો.

"ઓળખાણ પડે છે?” ઢોલરાએ પૂછ્યું.

"થોડી થોડી ! તાજા જ જોયા હોય એવી અણસાર છે.”

"હું ઢોલરો, દેવરા ! તારું હતું તેને હું ચોરી ગયેલો, તે આજ પાછું