પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
94
સૌરાષ્ટ્રની સરધાર : 5
 


માથે કોઈક દિવસ ઝરમર ઝરમર, તો કોઈક દિવસ લુગડાં બોળી નાખે એવો વરસાદ વરસતો આવે છે, અને વળી પાછો ઉઘાડ થતાં જ પોતાની ભીંજાયેલી ઓઢણી ને ધણીની પલળેલી પાઘડી વગડામાં સૂકવતાં સૂકવતાં બેય જણાં ચાલ્યાં જાય છે. વાયરામાં ચારણીના માથાની વાંભ વાંભ લાંબી કાળી વાદળી-શી લટો ઊડી ઊડીને મોં ઉપર નાટારંભ કરે છે; અને એ ભીનલાવરણી વહુના ગાલ ઉપર, ગોરી રૂપવાળી સ્ત્રીઓને પણ આંટે એવી સુખની લહેરો પથરાતી દેખીને ચારણ હાંસી પણ કરતો આવે છે કે “આવાં રૂપ ને આવાં હસવાં કાંઈ ચારણ્યને અરઘે?”

“સાચેસાચ, ચારણ ! ન અરઘે. નેસમાં જાશું ત્યારે સોના ફુઈ ને જાનાં ફુઈ મને લાખ લાખ મેણાં મારશે.”

“મેણાં વળી કીમાંનાં !”

“બસ, મેણાં ઈ જ કે આવડ્યા બધાં રૂપ તે કાંઈ ચારણીની દીકરીને હોય? વેશ્યાને હોય. અને આવડું ખડ! ખડ! તે ક્યાંય હસાય? ચારણ્ય જુવાનડી હોય તોય બીજાનાં ભાળતાં મોહેં કીં મલકાવાય ! આવું આવું બોલી મારો જીવ કાઢે નાખશે.”

“તે કટંબમાં રિયા વન્યા હાલશે?”

“હુંયે કહું છું કે કટંબમાં રિયા વન્યા હાલશે? હું તો બીજું કીં કરું? મહેનત કરે કરેને મોટું કરમાવે નાખશ, અને હસવું રોકવા સારુ ગાલે ડામ દેશ.”

“અરરરર ભણેં ચારણ્ય! તું આ કીં ભણછ?” જાણે પોતાની તમામ માયામૂડી કોઈ ભૂત ભરખી જતું હોય તેમ ચારણ આંખો ફાડીને સ્ત્રીના મોં સામે જોઈ રહ્યો.

“બીજો ઉપા કીં, ચારણ ?”

“ના, તો આપડે નેસમાં નસેં જાવું. આસે થડમાં કો’ક ગામ આવે ત્યાં જ કૂબો કરે ને પડ્યા રે’શું. ઈમા કટંબમાં મેલે ને તિખારો!”

ટીકા કરતાં ચારેય જણા – બે માનવી ને બે ઢોર – ચાલ્યાં અને થોડા દિવસે ગીરની ઝાડીમાં ઊતર્યા. રાયણાં, ઊંબરાં અને ટીંબરવાનાં ઝાડ ઉપર ફળફૂલ ઝળુંબે છે, વાંદરા ઓળકોળાંબો રમે છે અને જાંબુડાં ખરી