પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળાપણાની પ્રીત
117
 



ચડ ટીંબા ચડ ટીંબડી, ચડ ગુંદાળી ધાર,
ઓઝત, ઉછાળો લઈ, વિજાણંદ પાછો વાળ.

[ઓ બહેન ઓઝત, તું ઊંચી ટીંબી ટેકરીઓ ચડનારી છે. તું વિજાણંદને ક્યાંઈક આઘે આઘે જોઈ શકતી હોઈશ. ભલી થઈને એક વાર ઉછાળો મારી, એનો પંથ રોકી, તું એને ઝટ પાછો વાળજે.]

દિવસ આથમ્યો, આશા ઓઝત કાંઠે મૂકીને શેણી બેડું ભરી ઘેર ગઈ. જઈને જુએ છે તો વેદો ચારણ હરખઘેલો થઈને બેઠો છે.

“બાપ શેણી !” વેદો બોલ્યો : “હવે અટાણે લાપસીનાં આંધણ મેલજે, હો ગીગી ! ઈ કાળમુખો નસેં પોગ્યો ને આપણે ઊગર ગાં ! અ ૨ ૨ ર ! મોળી હંસલી જીમી ગીગી ઈ કાગડાને હાથ જાત, મોળો મૉત બગડત ! મૂક્ય, બેટા, ઝટ લાપસીનાં આંધણ મૂક્ય.”

આંસુડે પલાળેલા લોટની લાપસી કરીને દીકરીએ બાપને ખવરાવી. ખાઈપીને બાપ તો ઘસઘસાટ ઘોંટ્યો, પણ શેણી શે સુખે સૂએ ? આખી રાત પવનમાં કમાડ ભભડે તો ઝબકે છે કે ઓ વિજાણંદ આવ્યો ! પવનના સુસવાટામાં જાણે કે વિજાણંદની વીણા રોતી લાગે છે, ને પલવાર ઝોલું આવતાં જ સ્વપ્નમાં વિજાણંદને ઠપકો દેવા લાગે છે કે અરે ભૂંડા ! રસ્તે આટલો બધો ખોટીપો ! કોણ કામણગારું તને મળ્યું’તું ?

આખી રાત અજંપામાં ગાળી, પ્રભાતે ઊઠીને શેણીએ પોતાનું પોટલું બાંધ્યું. બાપુની પાસે હાથ જોડીને બોલી : “બાપુ ! ડમણી છોડાવી દેશો ?”

“કાં, બાપ ? કીસેં જાવો છે ?”

“હેમાળે ગળવા !”

“અરર ! દીકરી ! ગાંડી થે ગી ! આવડી અવસ્થાએ વેરાગ કીસેથી આદો ! ભણેં બાઈ, હવે તું બી મા. હવે આપણી ભે માતર ટળે ગી. હવે તોરા સાટુ હું સારો ઠેકાણો જોવા નીકળતો સાં, હેમાળે ગળવા તે જવાય. મારા ઓધાર ?”

“બાપુ !” શેણીએ ધરતી ખોતરતાં ખોતરતાં સંભળાવ્યું: “બાપુ, હવે આ બધી આશા મેલી દ્યો. હવે તો –"