પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
126
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

ત્રણ ઓરડે અક્કેક મીઠા પાણીનું ટાંકું છે. એ ટાંકાં કેટલાં ઊંડાં છે તે આજે પણ કોઈએ જાણ્યું નથી. ગુફાએ ગુફાએ બંદૂકો માંડવાના મોરચા છે. એ બધુંયે પથ્થરોમાંથી કંડારી લીધેલું છે. કહે છે કે અહીં પાંડવો વસતા. સાચેસાચ તો એ પુરાતન બૌદ્ધ સાધુનો વિહાર છે. પણ આપણે એટલા ઊંડા ભૂતકાળમાં આજે જવું નથી. આપણે તો દોઢસો-બસો વરસ પૂર્વેની એક પ્રેમકથાને આ સાણાની ગુફાઓમાં બેસીને સંભારીએ છીએ. આપણને નથી માલૂમ કે અક્ષર ન લખી જાણનારી એ કોટાળી કુંવરે આમાંથી કઈ ગુફાની ભીંતો ઉપર એકાંતે બેઠાં બેઠાં પોતાના પ્રેમીજન રાણી રબારીની આકૃતિ આલેખવા માટે કોયલાના કાલાઘેલા લીટા કર્યા હશે !

ચભાડ આહીરની એ જુવાન દીકરી કુંવર એક દિવસ મોટે પરોડિયે ભરનીંદરમાંથી જાગીને કાન માંડી સાંભળી રહી છે. ધુંવાસના ડુંગર ઉપરથી ટાઢે પહોરે કોઈ મીઠા ગળાની સરજુઓ ચાલી આવે છે. ગીતનાં વેણ તો હો...હે...હૂ...હે... સિવાય બીજો કોઈ સમજાતાં નથી, પણ શબ્દોની જરૂર ન પડે એવી એ રાગણીઓમાંથી જ આપોઆપ અર્થ ઊઠે છે. એકાંતે વગડામાં આવીને કોઈક માતાનો ભક્ત દેવીની સ્તુતિના ઘોરતા સૂરો કાઢી અડખે-પડખેની ચારેય દિશાના સીમાડાને ભીંજાવી નાખે છે. એક માનવી ગાય, અને લાખોને શ્વાસ વિના સાંભળવાનું મન થાય, એવી સરજુઓ ગવાય છે. ચાંદરડાં હજુ આથમ્યાં નથી. નવરંગી ઝગારા કરતાં નક્ષત્રો પણ નૃત્ય કરતાં કરતાં ધરતીની સરજુ સાંભળે છે.

સાંભળતી સાંભળતી આહીર-કન્યા કુંવર કાગાનીંદરમાં ઢળે છે. ઊઠવાનું મન થાય છે, પણ ઉઠાતું નથી. સરજુના સૂર હવામાં તરે એવાં હળવાં છતાં કુંવરનાં પોપચાં ઉપર ચડીને સીસા જેવા વજનદાર લાગે છે. આંખડીઓ ઊઘડી ઊઘડીને ઘેરાય છે. આભમાંથી બે તારલા તૂટીને નીચે પડ્યા હોય એવી આંખો દીસે છે.

પ્રભાતે ટાંકાને કાંઠે પાણી ભરતી પનિયારીઓની વચ્ચે વાતો થતી હતી, તે કુંવર મૂંગી મૂંગી સાંભળે છે : “આટલું બધું વહેલું ઈ કોણ આરડે છે ?”

“ઓલ્યો વાંગરનો રબારડો રાણો : આંહીં ધુંવાસને ડુંગરે ભેંસું લઈને