પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેહના ચૂરા
129
 

ન રહ્યું કે બન્નેની જાતો જુદી છે : એક રબારી, ને બીજી છે ચભાડ આહીરની દીકરી : મીટેમીટ મિલાવી બેય જણાંએ મૂંગા મૂંગા મનોરથો બાંધ્યા હતા તે થોડા દિવસમાં જ છેદાઈ ગયા. રાણો જોઈ રહ્યો છે કે આજ કુંવર ઘરેણે-લૂગડે સજ્જ થઈને ભાત દેવા આવે છે. પોતાને રીઝવવા માટે જ જાણે કેમ કુંવરે અંગ શણગાર્યું હોય એવી ભ્રાંતિમાં પડેલ રાણાએ તે દિવસ ત્રણ રોટલા ચડાવ્યા, તોય જાણે ભૂખ રહી ગઈ. ઝરણાને કાંઠે જઈને કુંવર તાંસળીઓ ઊટકતી હતી ત્યાં જઈને પાણી પીવા માટે રાણો બેઠો. પાણીનો ખોબો ભરતાં ભરતાં રાણાએ પૂછ્યું: “આજ જનમગાંઠ લાગે છે, કુંવર !”

નીચાં નેણ ઢાળીને કુંવરે કહી દીધું કે “હવેથી મને બોલાવીશ મા, રાણા ! કાંઈક રીત રાખતો જા.”

“કાં ?”

“મારું સગપણ થયું છે.” એમ કહીને એણે અરધે માથે ગયેલ ઓઢણાને કપાળ સુધી ખેંચી લીધું.

“ઠીક, જીતવા !” એમ કહીને રાણો પાણીનો ખોબો ઢોળી નાખી ઊભો થઈ ગયો. તે દિવસથી કુંવરની સાથે પોતાને એક ઘડીની પણ ઓળખાણ નથી તેવી મરજાદ સાચવતો બીજે જ માર્ગે વળી ગયો. બેય જણાં એકબીજાનો પડછાયો પણ લોપતાં નથી.

થોડા જ દિવસ પછી ફાગણ મહિનામાં રાણાએ એક જાનને સાણા તરફ જતી જોઈ. બે દિવસ પછી જાનને પાછી પણ વળતી દેખી પૂછપરછ કરીને જાણી લીધું : ઓહોહો !

રાણા, રાતે ફૂલડે, ખાખર નીંઘલિયાં,
સાજણ ઘરે સામટે, આણાત ઊઘલિયાં.

[જંગલમાં ફાગણ મહિને ખાખરાનાં ઝાડ રાતાચોળ રૂડાં કેશુડાંને ફૂલે ભાંગી પડે છે અને બીજી બાજુ એવી શોભીતી રાતી ચૂંદડીઓ ઓઢીને આ કોણ ચાલ્યાં ? આ જાનડીઓના ઘેરા વચ્ચે વીંટળાઈને ચાભાડી કુંવર આણું વળી સાસરે જાય છે.]

ભલે જાય ! ભલે જાય ! ભલે કોઈ ભાગ્યશાળી આયરનું ઘર સુખી થાય ! એ પરાઈ બને તોય શું ? એવી રૂપગુણવાળી સુંદરી તો જ્યાં હોય