પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
130
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

– આપણે ઘેર કે બીજાને ઘેર – એને ઈશ્વર સુખી જ કરજો !

બહુ બોલે ને બહુ બકે, વલવલ કાઢે વેણ,
કરડજો એને કાળોતરો, (મર) હોય પોતાનાં સેણ.

[અરેરે, કોઈ બહુ બોલનારી, જીભ ઉપર કાબૂ ન રાખનારી નારી ભલે સ્ત્રી હોય; તોય એને કાળો નાગ કરડજો.]

પણ –

થોડું બોલે ને થરહરે, મરકીને કાઢે વેણ,
(એને) કાંટો કે’દી મ વાગજો, (મર) હોય પારકાં સેણ.

[ઓછાબોલી, આંચકો ખાનારી અને મોઢું મલકાવીને જ શબ્દો ઉચ્ચારનારી સ્ત્રી ભલે અન્ય કોઈની ઘર-નારી હોય તોય એને કાંટો પણ ન વાગજો એવી દુઆ દઉં છું.]

અને વળી –

કાળમુખાં ને રિસાળવાં, નીચાં ઢાળે નેણ,
(એને) કાળી નાગણ કરડજો, (મર) હોય પોતાનાં સેણ.

પણ –

હસમુખાં ને હેતાળવાં, અમૃત વરસે નેણ,
(એને) કાંટો કેદી મ વાગજો, (મર) હોય પારકાં સેણ.

હસતાં મોંવાળી, હેતભરી અને અમૃત-ઝરતી આંખોવાળી નારી ભલે ને પારકી પ્રિયતમા હોય, તો પણ એને કદી કાંટોય ન વાગજો !


મેલ્યું વાંગર ને માઢિયું, મેલી મવાની બજાર,
ડગલાં દી ને રાત, ભરવા પડે ભેરાઈનાં.

રાણાએ જાણ્યું કે કુંવર તો ભેરાઈને નેસ પોતાના સાસરિયામાં રહે છે. પોતાને અને કુંવરને તો હવે ચાર નજરું એક કરવાને પણ વહેવાર નથી રહ્યો, છતાં પણ કુંવર ન જાણે તેમ એને નીરખી લેવાની લાલચને રાણો દબાવી શક્યો નહિ. એણે સદાને માટે પોતાના ગામ વાંગર[૧] ને માઢિયું[૧]


  1. ૧.૦ ૧.૧ ભાવનગર જિલ્લાનાં ગામ.