પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
138
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

કાંઈ નહિ, કાંઈ નહિ, આપણા બેયનાં કાળલગ્નની આ તિથિ આવી. બેયને વિધાતાએ પીઠી ચોળી દીધી છે. વાહ આપણાં રૂપ ! જગતનાં કયાં જોડલાં આવાં રૂપાળા હતાં !”

“રાણા! ભાગીને આવી છું. પણ મરવા આવી છું. લગન કરીને ઘરસંસાર માંડવા નથી આવી હો !”

"હું સમજું છું, કુંવર ! આ ભવમાં ઘરસંસાર હવે મંડાઈ રહ્યા. હવે છેલ્લે ક્યારે પાણી છે. જીવવા સારુ ભેળાં થવાય નહિ. આવ, બેસ, બથ ભરીને મરવા દે.”

"હાં ! હાં ! રાણા ! હાડકાં ખડખડી પડશે.”

રાણા આજુની રાત, ભીંસી બથ ભરીએ નહિ,
હૈયા કેરાં હાડ, કુંવરનાં કચડાઈ ગિયાં.

બંનેએ પરસ્પર આલિંગન લીધાં. થોડી વારે બન્નેનાં ખોળિયામાંથી ભીંસાઈને પ્રાણ બહાર નીકળી ગયા. સળેખડાં જેવાં બે શરીરો સામસામાં બથમાં ભીંસાઈને વળગી રહ્યાં.

આ રીતના મૃત્યુની બીનાનો, મહુવા પંથકના ચારણ ભાઈઓ વગેરે ઘણા લોકો મક્કમ ઇન્કાર કરે છે. તેઓ આ ઘટનાનો અંત એની રીતે બતાવે છે કે –

રાણો સોડ્ય તાણીને સૂતેલો તે વખતે કુંવર નાસીને આવી. એણે ચૂપચાપ રાણાનો ચોફાળ ખેંચવા માંડ્યો. પોતાની ભેંસો આ તોફાન કરતી. હશે એમ સમજીને રાણાએ સૂતાં સૂતાં જ કહ્યું: “હવે રેવા દ્યો ને, માવડી!”

‘માવડી’ શબ્દ સાંભળતાં જ કુંવરથી બોલાઈ ગયું: “એ તો હું કુંવર છું, રાણા !”

“તું કુંવ૨? બસ, થઈ રહ્યું, મેં તને માવડી કહીને બોલાવી. હવે મારી માબહેન થઈ ચૂકી.”

પોતાના સ્નેહને એવો પલટો આપીને રાણાએ કુંવરને બહેન કરીને રાખી. એના દાઢીવાળાને (પતિને) બોલાવ્યો. કુંવરને મોટો કરિયાવર કર્યો