પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
148
સૌરાષ્ટ્રની સરધાર : 5
 



ઘોડાને માણું બાજરો, બળદને બો'ળા ખાણ,
જમાડે વાળાની જાન, ભલ ખાંતેથી ભૂતડો.

ઉજ્જડ વનમાં હીરણ્યને કાંઠે મોટો દરબારગઢ ઊભો થઈ ગયો. જાનમાં ઘોડાંને માણું બાજરાનાં જોગાણ, વેલ્યના બળદને કપાસિયાનાં બહોળા ખાણ અને જાનૈયાને ભોજન દીધાં. શેઠે જાણ્યું કે કોઈક ગરાસિયાએ આંહીં અંતરિયાળ ગઢ બાંધ્યો હશે !

અરસીએ વાત ઉચ્ચારી : “શેઠિયા, આ કદરૂપો વરરાજો લઈને જાશું તો વેવાઈ ના પાડીને ઊભો રહેશે. માટે આ ગઢવાળા રૂડા રજપૂતને વર બનાવી તેડી જાયેં. વળતાં આંહીં ઉતારી મેલશું.”

વાણિયા કબૂલ થયા.

ઊંચે સળગે આભ, નીચે ધરતીના ધડા,
ઓલવવાને આવ, વેલો ધાંત્રવડા ધણી !

[પીઠીભરી કન્યા પદ્માવતી પાટણની મેડીએ બેસીને વિલાપ કરે છે કે હે ધાંતરવડના ધણી માંગડા, આજ પરપુરુષ સાથે મારાં લગન મંડાયેલ છે. હું કોઈને મોંએ મારું અંતર ઉઘાડી શકતી નથી. મારે એક ભવમાં બે ભવ થાય છે. ઊંચે આભ સળગ્યો છે; નીચે ધરતી ધખધખે છે. માટે, હે સ્વામી, તું વહેલો વહેલો મારી જ્વાળાઓ ઓલવવા આવજે.]

જાનની વેલ્યો ગાજી, વર પરણવા આવ્યો. હથેવાળો મેળવતાં પદ્માવતીએ સામા પુરુષને – પરપુરુષને નહિ, પણ ખુદ માંગડાને – દીઠો. વાતનો ભેદ સમજ્યા વગર કલેજે ટાઢક વળી ગઈ. આ મરેલું માનવી આંહીં ક્યાંથી? શું પરલોકમાંથી મને લઈ જાવા આવ્યો? કે શું કોઈ દેવતાએ એને માથે અમીનો કૂંપો છાંટી સજીવન કર્યો?

પરણી ઊતર્યા અને જાન પાછી વળી. હીરણ્યને કાંઠે ભૂતવડલો આવ્યો અને સંધ્યાનાં ઘેરાતાં અંધારામાં, એ ભેંકાર જંગલની અંદર, વરરાજો ભડકારૂપે છલંગ મારી વડલાની ઘટામાં અલોપ થયો ને આંહીં વેલડામાં કન્યાએ પોતાની બાજુએ જોયું તો જેની સાથે ચાર ફેરા ફરવા ચૉરીએ ચડી હતી તેને બદલે બીજો કદરૂપો આદમી દીઠો. છલંગ મારીને પદ્માવતી