પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભૂત રૂવે ભેંકાર
149
 

પણ વેલ્યમાંથી નીચે ઊતરી પડી.

“અરે, હાં ! હાં ! વહુ દીકરા ! શું થયું?”

“રામ રામ છે, વાણિયા ! જ્યાં મારો પરણ્યો ત્યાં જ હું?”

“અરે દીકરી, એ તો બનાવટી હતો !”

"ગમે તે હોય ! બીજાનાં મીંઢોળ ન બાંધું.”

સમજાવી, પણ ન સમજી, ઘોર જંગલમાં એ અબળાને એકલી મૂકીને જાન ચાલી નીકળી, વેલડાનાં પૈડાંના અવાજ સીમાડા સુધી સંભળાઈને બંધ પડી ગયા, અને મોટી મોટી ખાવા ધાતી ભેખડો વચ્ચે વહી જતી હીરણ નદીનાં નીર પણ ટાઢે પહોરે વિલાપના સૂર બાંધી પુકારવા લાગ્યાં. ઝાડવે ઝાડવું પ્રેત જેવું બનીને બિવરાવવા લાગ્યું અને માંગડા વાળા ! માંગડા વાળા ! માંગડા વાળા ! એવા ત્રણ સાદ કરીને જ્યારે પદ્મા પોતાના પિયુને બોલાવવા લાગી, ત્યારે ભેખડોમાંથી પડછંદા ઊઠીને ભયંકર બની જતી એ એક એક ચીસના જવાબમાં ઝડડડ ! ઝડડડ ! એવા ભૂતભડક વડલાની ડાળે ડાળે ઊઠવા લાગ્યા.

વડલા, તારી વરાળ, પાને પાને પરઝળી,
(હું) કિસે ઝંપાવું ઝાળ, (મને) ભડકા લાગે ભૂતના.

[વડલા, તારે પાંદડે પાંદડે ભૂતની જ્વાળાઓ સળગી ઊઠી છે. હું દિવસરાત એ ભડકામાં સળગી રહી છું. હું આ આગને ક્યાં ઓલવું?]

એ રીતે અદૃશ્ય ભૂતના ભડકામાં રાત ને દિવસ આ એકલવાઈ સુંદરી સળગે છે. પોતાના નાથને ગોતવા એ વડલા ઉપર ચડીને ડાળે ડાળે ને પાંદડે પાંદડે જુએ છે.

ડાળે ડાળે હું ફરું, પાને પાને દુઃખ,
મરતા માંગડા વાળો, સ્વપ્ન ન રહ્યું સુખ.

એ ગોતાગોતમાં સળગવા સિવાય બીજું કાંઈયે નથી રહ્યું. એ મરેલા પિયુની અણછીપી વાસના જ જ્વાળારૂપે જંગલને સળગાવી રહી છે.

દિવસ બધો આવી આગ સળગે છે, ને રાતે એ ઉજ્જડ વગડામાં માયાવી દરબારગઢ ઊભો થાય છે. એ માંગડો ભૂત માનવીની કાયા કરીને