પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
152
સૌરાષ્ટ્રની સરધાર : 5
 


છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડાં કપાતાં હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો : “જુવાનો ! હું માંગડો વાળો !”

“માંગડો વાળો !!!”

એ મુસાફરોનાં મોંમાં ચીસ દબાઈ રહી.

“હા, હું ધાંતરવડીનો ધણી માંગડો: કમોતે મૂઓ. ભૂત સરજ્યો છું. પદ્માને લઈને આંહીં એનાં લોહી ચૂસતો વસ્યો છું. તે દી ચાડવા બાયલની બરછી ખાઈને હું પડ્યો. એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં વીંધાઈને ભાંગી ગઈ. હજી હાડકું ને એ બરછીની કરચ છાતીમાં દિવસ ને રાત ખટકે છે. તેથી કણકું છું, ભાઈ !”

“એનો ઇલાજ શો ?”

“તમારાથી બને તો હાડકું ગોતીને બરછીની કરચ કાઢો, ને મારાં હાડકાં દામા કુંડમાં પહોંચતા કરો. નીકર આ વાસના-દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટકા ખમ્યા જ કરીશ.”

એટલું બોલીને “આહ ! આહ !” કરતો જુવાના ઓરડામાં ગયો. મુસાફરો સૂતા, સવારે એ-ની એ દશા દેખી.

વડના થડમાં ખોદકામ કરીને ભૂતે કહેલું હાડકું ગોતી કાઢ્યું. બરછીનો ટુકડો જુદો પાડીને એ હાડકાં લઈ બેય બહારવટિયા દામે કુંડ ચાલ્યા ગયા.

ભાદરવા મહિનાની મેઘલી રાતે એક નગરના દરબારગઢને ઝરૂખે પાદશાહ અને હુરમ જાગતાં બેઠાં છે. નદીમાં પૂર ઘૂઘવે છે. આસમાનમાં ગાજવીજ અને કડાકા થાય છે. વીજળીએ એવી તો ઘૂમાઘૂમ માંડી છે કે જાણે આકાશની જગ્યા એને ઓછી પડે છે. હુરમ બોલી : “ઓહોહોહો ! કેવી કાળી રાત છે !”

પાદશાહે કહ્યું: “આવી રાતે કોણ ઘરની બહાર ભમતું હશે ?”

“બીજું તો કોણ ભમતું હોય ? બિચારા મારા ભાઈઓ, જેને માથે