પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
160
સૌરાષ્ટ્રની સરધાર : 5
 


કૌવતદાર ભુજાઓથી પાણી કાપતો કાપતો મગરમચ્છની માફક શેલારા દેતો ઘનઘોર અંધારે કોઈ પણ માનવી યા જાનવરના ડર વગર, અરધા ગાઉનો પટ વટાવી સામે પાર પહોંચે છે; ને એ કિનારા પરથી સુહિણીનો પંજો લાંબો થઈ, મહારના પંજાને પકડી લઈ, પાણીની બહાર ખેંચી લે છે. એ જ વડલાની ઘટામાં બન્ને જણાં બેસીને મચ્છીની મહેફિલ ઉડાવે છે. પ્યારનો એક પહોર ગુજારીને પાછો મેહાર સિંધુના મસ્ત પહોળા પ્રવાહને વીંઝતો પોતાની મઢૂલીએ પહોંચી જાય છે.

એવી તો કંઈક રાતો ગઈ છે. એક પણ રાત મહારે ખાલી જવા દીધી નથી. સિંધુ નદીના ચાહે તેવા ભયંકર તૂફાને પણ મેહારને આ પાર આવતો અટકાવ્યો નથી. પણ એક અજવાળી રાતે મેહાર જે મચ્છી લઈ આવ્યો તેની મીઠાશ તો અદ્‌ભુત હતી. સુહિણી જમતી જાય છે ને કોળિયે કોળિયે મીઠાશની તારીફ કરતી જાય છે : “ઓહો ! મેહાર, ભારી મીઠી મચ્છી ! રોજ આવી લાવતો હોય તો?”

મેહાર હસીને કહે છે કે “ભલે, રોજ લાવીશ. પણ થોડા દિવસોમાં જ એ મચ્છીનો ખવરાવનાર કોઈ નહિ રહે તો?”

એમ વાતો કરે છે. વચ્ચે વચ્ચે મહારના મોં પર બહુ દર્દ દેખાય છે. કંઈક છૂપી પીડાને પોતે મહામહેનતે દબાવી રાખતો હોય તેવું દેખાય છે, સુહિણી પૂછે છે: “તને શું થાય છે. પ્યારા?”

“કાંઈ નહિ, કાંઈ નહિ. ચલાવ, વાતો ચલાવ.”

ત્યાં તો મેહારના ખોળામાં બેઠેલી સુહિણીને કંઈક ભીનું લાગ્યું. અજાયબ બનીને એ બોલી ઊઠી : “ઓહો! આંહીં પાણી ક્યાંથી?”

એની નજર મેહારના સાથળ પર પડી. એ સાથળમાંથી લોહીની ધાર ચાલતી હતી !

“એ તો આજની મીઠી મચ્છીનું લોહી છે, સોહિણી!”

સુહિણીને આખી વાતનો ભેદ સમજાયોઃ આજ મહારને મચ્છી ન મળવાથી એ પોતાની જાંઘમાંથી માંસ કાપી, મસાલેદાર બનાવી, તળીને લઈ આવ્યો હતો !

"મેહાર ! તુંને ખુદાના કસમ છે, કાલથી હવે મારો વારો શરૂ થાય