પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુહિણી-મેહાર
161
 


છે. તું ન આવીશ.”

“ત્યારે શું તું આવીશ?”

“હા, હું આવીશ.”

“તું ઓરત ! તું સિંધુને પાર કરીશ? સુહિણી ! તું શું દીવાની થઈ ગઈ?”

“એ તો કાલે રાતે નક્કી થશે. આજ તો અલ્લાબેલી ! અને કસમ છે ખુદાના, તું ન આવતો.”

બારે કુન્ન બત્રિય તડ, તડ તડ હેઠભટૂ,
આધિય રાતજો ઊઠી, (સે) સૂહિણી કર સટૂ.
છડે ખીર ખટૂ, લૂંડે લોરીં વિચમેં

સિંધુ નદીના નીરની અંદર બે તીર વચ્ચે બાર તો પાણીનાં વમળ છે, બત્રીસ ટેકરા છે. ને એ હરેક ટેકરાની નીચે વીંછીઓ વસે છે. એવી વિકરાળ નદીને પાર કરવા માટે સુહિણી અધરાતને પહોરે અંધારામાં ઊઠીને ઘરથી દોટ કાઢે છે. માવતરના ઘરનું મીઠું દૂધ અને સુંવાળી ખાટલી તજીને સુહિણી પાણીની લહરીઓ વચ્ચે લોડણિયાં લે છે.

“કોણ છે તું, ઓરત?”

“મુસાફિર!”

“કોણ, સુહિણી?”

“હા, અધા ! તું તો અલૈયો કે?”

“હા, અત્યારે મધરાતે ક્યાંની મુસાફરી?”

“સિંધુના સામા પારની !”

“અરે સુહિણી ! તું સિંધુનાં પાણીને પાર કરી શકીશ? તું બચ્ચું છે. તારી તાકાત શી?”

“તાકાતનો દેનાર અલ્લાહ છે, અલૈયા ! અને વળી મારે તરવા માટે મેં માટીનો પાકો ઘડો પણ સાથે લીધો છે, ભાઈ !”

“આટલી જહેમત કોના માટે?”

“મારા પ્યારને માટે.”