પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુહિણી-મેહાર
163
 

જાય છે કે જેથી પોતે ચાલી આવે છે તે વાતની પિયુને અજાણ ન રહી જાય.

એણે પ્રેમનું કવચ પહેરી લીધું છે. હવે એને ડર નથી રહ્યો. એના પ્યાર સામે તો પાણીનાં ભયાનક જંતુઓ અને મોજાંઓ પણ ગરીબડાં બની ગયાં છે. એ રીતે એક પછી એક રાત વીતવા લાગી છે.

કડકડતી ઠંડી વાય છે. કોઈ ઘરની બહાર પણ નીકળી શકતું નથી. સહુ બિછાનાની ગરમ સોડવમાં સંતાઈ ગયાં છે. રાત સુનસાન છે. એવે ટાણે પણ સુહિણી તો પોતાનો ઘડો લઈને ઘેરથી ચાલી નીસરી છે. એને જોઈને વળી કોઈ અલૈયા જેવો બીજો ડહાપણદાર વારવા જાય છે કે “ઓ સુહિણી, આવી ટાઢમાં તું શીદ મરવા જાય છે?”

સુહિણી એને જવાબ વાળે છે :

હિકડ્યું ન ઘિરે ઉનહારે, આંઉ સરૈ સિયારે,
તન વિઝાંતી તારમેં, ઓરહજે આરે,
મહોબત તી મારે, (નત) કેર ઘિર હિન કુંનમેં.

“હે ભાઈ, અન્ય ઓરતો આ પાણીમાં બળતે ઉનાળે પણ ઊતરતી નથી, ત્યાં હું સૂસવતા શિયાળામાં પણ મારી રાજીખુશીથી આ પાણીમાં મારું તન વીંખું છું. હું મરવાનું જોખમ ઉઠાવું છું, કેમ કે મારા પ્રીતમની મહોબત મને મારે છે. નહિ તો આવા ઊંડા વમળમાં કોણ પડે?”

“ઓ સુહિણી ! તું મ જા, મ પડ, નદીના પથ્થરોના પોલાણમાં ઝેરી સાપો વસે છે, એ તને કરડશે.”

સુહિણી જવાબ વાળે છેઃ

બારાં કુન્ન બત્રિય તડ, તડ તડ હેઠ નાંગ,
મ્હાણું મુલાજો કરી, હિત મહોબતજો માંગ,
કેડો મુંહજો સાંગ, (જુડો) પાણીતાં પાછી વરાં.

“મારા માર્ગમાં બાર તો પાણીના વમળ છે, બત્રીસ ખડકો છે, ને તે દરેક ખડકની બખોલમાં ઝેરી સર્પો રહે છે. એ બધું જ હું જાણું છું,