પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
166
સૌરાષ્ટ્રની સરધાર : 5
 


સુહિણીને રમાડવા માટે ઉછાળા મારે છે અને ગેબના તારલા સુહિણીને તરતી જોવામાં ટગર ટગર નજર કરે છે.

કિનારે ઊભી રહીને સુહિણીએ દસેય દિશામાં આંખો ફેરવી : આજ તૂફાન નથી. આજના જેવી રાત અગાઉ કદી આવી જ નથી. આજ આખી કુદરત સુહિણીનો સંગાથ કરે છે. દુનિયાએ દૂભવેલીને જાણે દેવતાઓ આદર આપે છે.

કછોટો ભીડીને સુહિણી સિંધુમાં પડી. જાણે ખમા ! ખમા ! કરતાં સિંધુનાં મોજાં એના ફૂલદડા સરીખા શરીરને ઝીલી રહ્યાં છે. પોતાના ચિતરામણવાળા રૂપાળા ઘડા ઉપર મોં ટેકવીને સુહિણીએ શેલારા દેવા શરૂ કર્યા. અને આજ તો પાણી ને પવન એવાં મીઠા લાગે છે કે જાણે તર્યા જ કરે ! આજ તો જાણે જરા મોડું કરીને મહારને ગભરાટ ઉપજાવું એવું થાય છે. આજ તો જાણે મેહાર તરવા આવે તો બેય જણાં આંકડા ભીડી દરિયામાં ચાલ્યાં જઈએ એવું દિલ થાય છે. દુનિયાની ગિલા જ્યાં ન પહોંચે એવા કોઈ રસાતલમાં રહેવા જવા મન ખેંચાય છે. આજ તો બહાર નીકળવું જ નથી : નદીમાં રહી રહી જ હું મેહારને બોલાવી લઈશ. બહાર નીકળીશ તો વળી ક્યાંઈક ધરતી પર જીવવાની લાલચ વળગી જશે !

આવા તરંગમાં સુહિણી ગરકાવ છે, ત્યાં તો ઓચિંતો એના હાથમાંથી ઘડો સરકવા લાગ્યો. અરે ! આ ઘડામાંની માટી પલાળીને વેરાઈ કાં જાય? આ મારા પકવેલ મજબૂત ઘડામાં કોણે કામણ કર્યું?

હજારનમેં હિકડો, મું ઠોકે ખયમ તે તે થાં,
કચેજો કુંભાર મું, કી ન કયો તેં કલામ,
ધણી લગ ધામ, તું મૌલા મન મેડિયેં.

હજારો વાસણોમાંથી આ એક ઉત્તમ ઘડો મેં ટકોરા વગાડી વગાડીને ઉપાડ્યો હતો. અરેરે ! એ કુંભારે મને આ ઘડો કાચો હોવાનો સખુન પણ કહ્યો નહોતો, છતાં આ કાચો ઘડો ક્યાંથી આવી ગયો? હે મૌલા ! હવે તો તું જ મને મારા સ્વામી સુધી પહોંચાડી મેળાપ કરાવજે.

એટલું વિચારે છે ત્યાં તો ઘડો પાણીમાં ઓગળી ગયો. સુહિણીના