પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મહુવા
171
 



આસમાન છાઈલો કાલા મેઘે, દેવાય ડાકે રઈયા,
આરો કોતો કાલ થાકબે જાદુ ઘરેર માઝે શૂઈયા.

[આકાશ કાળાં વાદળો વડે છવાઈ રહ્યું છે. મેહુલો વારંવાર સાદ કરે છે. હે મારા બેટા, હવે ક્યાં સુધી ઘરમાં સૂઈ રહીશ.?]

ચાંદવિનોદ દાણા વાવવા ચાલ્યો. પણ ભારી વરસાદ પડવાથી ખેતરો ડૂબી ગયાં, અને સરસવનું વાવેતર એળે ગયું. ચાંદ માંદો પડ્યો, માએ બેઉ બળદ વેચીને એની દવા કરી, દેવોની દુઆથી દીકરો ઊગરી ગયો.

પણ ઘરમાં તો લક્ષ્મીની પૂજા કરવા જેટલાયે દાણા નથી રહ્યા. મા કહે, બેટા ! ખેતરમાં ધાન લણવા જા.

પાંચ ગાછિ બાતાર, ડુગલ હાતે તે લઈયા,
માઠેર માઝે જાઈ બિનોદ, બારોમાસી ગાઈયા.

[‘વાત’ નામના છોડવાની પાંચ ડાળખી હાથમાં લઈને ‘બાર-માસા’નાં ગીતો ગાતો ચાંદવિનોદ ખેતરે જાય છે.]

જઈને જુએ છે તો ધાન ન મળે ! આસો મહિનાની અતિવૃષ્ટિએ મોલને બગાડી નાખેલ.

જમીનનો કટકો વાણિયાને વેચી દઈ ચાંદવિનોદે જેઠ મહિને એક બાજ પંખીનું પીંજરું લીધું, અને બાજ પંખીને લઈને શિકારે નીકળ્યો. આઘે આઘે ચાલ્યો જ ગયો.

કુડાય ડાકે ઘન ઘન, આષાઢ માસ આશે,
જમીને પડિલો છાયા મેઘ આસમાને ભાશે.

[બાજ પંખી ઘેરા નાદ કરીને બોલવા લાગ્યું : અષાઢ મહિનો આવી પહોંચ્યો. ધરતી પર છાંયડા ઢળ્યા. આભમાં વાદળાં તરવા લાગ્યાં. પણ શિકાર મળતો નથી.]

ચાલતાં ચાલતાં વિનોદ અરાલિયા ગામને પાદર પહોંચ્યો.

પાદરમાં ઝાડની ઘટામાં વચ્ચે એક અંધારી તળાવડી છે અને તળાવડીમાં પાણી ભરવા જવાની એક જ નાની કેડી છે. તળાવડીના પાણીની શોભા અને કાંઠે ઊભેલાં કદંબ ઝાડનાં ફૂલની સુંદરતા નીરખીને ચાંદવિનોદ