પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
178
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

પરણવાનો વેરો નથી આપી ગયો. જો આઠ દિવસમાં વેરો નહિ ભરી જા, તો તારાં ઘરબાર જપ્ત થશે.

ઓચિંતાનો હુકમ આવતાં ચાંદ પાંચસો રૂપિયા ભેળા ન કરી શક્યો. મુદત વીતી ગઈ. એના વાડીવજીફા જપ્ત થયા. ચાંદે વિચાર કર્યો:

આમિ રહિલામ ગાછેર તલાય તાતે ક્ષતિ નાઇ;
પ્રાણેર દોરાર મલુવારે, રાખિ કોનો ઠાંઈ.

[હું તો ઝાડની છાંયે રહીશ, તેમાં કાંઈ વાંધો નથી. પણ મારી પ્રાણતુલ્ય મલુવાને કયે ઠેકાણે રાખીશ?]

“મલુવા વહાલી ! તું તારે પિયર જા. તું આ સંકટ નહિ સહી શકે. તું તારા બાપની લાડકી દીકરી છો, તું પાંચ ભાઈની બહેન છો.”

મહુવા બોલી:

બોને થાકો, છને થાકો, ગાછેર તલાય;
તુમિ દિને મલુવાર, નાહિ કો ઉપાય.

[ભલે વનમાં રહેવું પડે, ભલે ઝાડ હેઠળ વસવું પડે, બાકી તમ વિના મલુવાને બીજો આશરો નથી.]

સાત દિનેર ઉપાસ જદિ, તોમાર મુખ ચાઈયા;
બોડો સુખ પાઈબામ તોમાર ચન્નામિતિ ખાઈયા.

[સાત દિવસની લાંઘણો પણ જો તમારા મોં સામે જોતાં જોતાં કરવી પડે, તો જરીયે ફિકર નથી. ફક્ત તમારું ચરણામૃત પીવાથી પણ હું મહાસુખ પામીશ.]

મલવાએ અષાઢ માસે નાકની નથણી વેચીને ઘરનો ગુજારો ચલાવ્યો; શ્રાવણ માસે પગનાં કડલાં, ભાદરવે બાજુબંધ; આસો મહિને રેશમી સાડી: એમ પોતાનાં વસ્ત્રાભૂષણો વેચી વેચીને સહુનું પેટ ભર્યું. અંતે કાંઈ ન રહ્યું ત્યારે ચાંદ પરદેશ રળવા ચાલ્યો; કોઈને કહ્યા વિના અધરાતે છાનોમાનો નીકળી ગયો.

મહુવાના પિયરમાં ખબર પડી કે મલુવા તો બહુ દુઃખી છે. પાંચેય ભાઈઓએ બહેને તેડી જવા બહુ મહેનત કરી, ધાન ખાંડી સુખદુઃખે મહુવા