પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મલુવા
179
 

દિવસ વિતાવે છે.

પાછું વર્ષ પૂરું થયું. કારતક માસે ચાંદ રળીને ઘેર આવ્યો. પરણ્યાનો વેરો ભરીને પાછાં ઘરબાર જપ્તીમાંથી છોડાવ્યાં અને ધણી-ધણિયાણીના મીઠા મેળાપ થયા.

મેવા મિશ્રી શકલ મિઠા, મિઠા ગંગા જલ;
તાર થાકિયા મિઠા દેખો, શીતલ ડાબેર જલ.

તાર થાકિયા મિઠા દેખો દુઃખેર પરે સુખ;
તાર થાકિયા મિઠા, જોખુન ભરે ખાલિ બુક,

તાર થાકિયા મિઠા જદિ પાય હારાનો ધન;
શકલ થાકિયા અધિક મિઠાઇ વિરહ મિલન.

[મેવા ને મિસરી મીઠાં : એથી મીઠું ગંગાજળ : એથી મીઠું શીતળ નાળિયેર-જળ : એથી મીઠું દુઃખ પછીનું સુખ : એથી વધુ મીઠાશ ખાલી છાતી ભરાય તેમાં રહી છે. એથી વધુ મીઠી ખોવાયેલ ધનની પ્રાપ્તિ છે; પરંતુ એ સહુથી વધુ મીઠું તો વિજોગ પછીનું મિલન છે.]

કાજીએ ફરી વાર ફાંસલો નાખ્યો. કહેવરાવ્યું કે તારા ઘરમાં પરી જેવી ઓરત હોવાના ખબર અમારા દીવાનસાહેબને કોઈ જાસૂસે દીધા છે. અને દીવાનસાહેબે ફરમાવ્યું છે કે આજથી સાત દિવસમાં જો એ પરી દીવાનસાહેબની હજૂરમાં નહિ હાજર કરે તો તને ગરદન મારવામાં આવશે.

સાત દિવસ પૂરા થયા. ચાંદવિનોદને કેદ પકડી ગયા. અને મલુવાએ. શું કર્યું?

કાંદિવા કાટિયા મલુવા કોન કામ કરે,
પંચ ભાઈયે લેખે પત્ર આડાઈ અક્ષરે.

[રોતાં રોતાં એણે પાંચ ભાઈઓને ટૂંકો કાગળ લખ્યો.]

એ કાગળ એણે બાજ પંખીની ચાંચમાં મૂક્યો. ઘણા વખતનું ટેવાયેલું પક્ષી ઈશારામાં જ જઈને પાંચ ભાઈઓને ગામ ઊડી ગયું.

પાંચેય ભાઈઓ ડાંગો લઈને પરબારા ગરદન મારવાના મેદાનમાં ગયા. ચોકીદારનાં માથાં ભાંગીને બનેવીનો જીવ બચાવ્યો. છયે જણા ઘેર