પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
180
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

જાય, તો ત્યાં મલુવા ન મળે !

ખાલિ પિજરા પઇડા રહે છે, ઉઈશ ગેછે તોતા;
નિબે છે નિશાર દીપ, કોઇરા આંધાઇરતા

[પિંજ૨ ખાલી પડ્યું રહ્યું છે. અંદરથી પોપટ ઊડી ગયેલ છે. રાત્રિનો દીવો અંધારું કરીને ઓલવાઈ ગયો છે.]

બુકેર પાંજર ભાંગે, બિનોદેર કાંદને
જાર અંતરાય દુ:ખ, સેઈ ભાલો જાને.

[આક્રંદ કરીને વિનોદનું હૃદયપિંજર ભાંગી જાય છે. એ તો જેના અંતરમાં દુ:ખ હોય તે જ બરાબર સમજી શકે.]

પઇરા રયેછે જલેર કલસી, આછે સબ તાઈ;
ઘરેર શોભા મલ્લુ આમાર, કેવલ ઘરે નાઈ.

[પાણીની ગાગર પડી રહી છે. બીજું રાચરચીલું પણ રહ્યું છે. કેવળ મારા ઘરનો સાચો શણગાર - મારી મલ્લુ – જ ન મળે ! ]

રડી રડીને વિનોદ પીંજરા પાસે ગયો. અંદર બેઠેલા બાજ પક્ષીને પૂછ્યું :

બનેર કોડા, મનેર કોડા, જનમ કાલેર ભાઈ !
તોમાર જન્ય જદિ આમિ, મલ્લુરે ઉદિશ પાઈ.

[હે વનના પક્ષી ! હે મનના પક્ષી ! હે મારા જન્મબંધુ ! તારી પાસેથી મને મલ્લુનો પત્તો મળશે?]

પક્ષીને તથા પોતાની માને સંગાથે લઈ, ઘરબાર મેલીને વિનોદ વિદેશ ચાલી નીકળ્યો.

હાઉલાતે બોશિયા કાન્દે મલુવા સુંદરી;
પાલંક છાડિયા બોશે જમીન ઉપરી.

[જહાંગીરપુરના દીવાનની હવેલીમાં બેસીને મલુવા સુંદરી રડી રહી છે. પલંગ છોડીને એ ભોંય ઉપર બેઠી છે.]

રંગીલા શણગાર સજીને દીવાન એ સુંદરીને મનાવે છે. મહુવા યુક્તિ કરીને જવાબ આપે છે: