પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
186
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

ડોલતી-ડૂબતી નાવડીમાંથી દૂબળો સૂર આવ્યો : “હે સ્વામી ! હવે સંસારમાં મારું શું કામ છે ? નાતીલાઓને અને સગાંવહાલાંઓને હવે મારી જરૂર નથી. હવે મને સુખેથી રજા આપો !”

ન પહોંચાય તેટલે દૂર નીકળી ગયેલી સતીને સ્વામી પુકારે છે :

તુમિ જદિ ડૂબો કન્યા, આમાંય સંગે નેઉ;
એકટિબાર મુખે ચાઇયા પ્રાનેર બેદના કઉ.

[હે સ્ત્રી ! તું ડૂબવા ચાહતી હોય તો મને પણ સંગાથે લઈ લે; એક વાર મારી સામે જોઈને મને તારા પ્રાણની વેદના કહે]

ઘરે તૂઇલ્યા લઇબામ તોમાય સમાજે કાજ નાઈ;
જલે ના ડૂબિયો કન્યા, ધર્મ્મેર દોહાઈ.

[ઓ વહાલી ! તને ઘરમાં દાખલ કરી લઈશ. મારે ન્યાતની પરવા નથી. તું ન ડૂબીશ. તને ધર્મની દોહાઈ છે.]

“ના, ના, સ્વામી !”

આમિ નારી થાક્‌તે તોમાર કલંક ન જાબે;
જ્ઞાતિ બંધુજને તોમાય સદાઈ ઘાટિબે.

[હું જીવીશ ત્યાં સુધી તારું કલંક નહીં જાય. ન્યાતીલાઓ તને સદાય નિંદ્યા કરશે. માટે ઓ નાથ !

ઘરે આછે સુન્દર નારી, તારી મુખે ચાઈયા;
સુખે કર ગિરવાસ, તાહારે લઈયા.

[તારે રૂપાળી સ્ત્રી છે, તેનું મોં નીરખીને તું સુખેથી તેની સાથે તારો ઘરવાસ ચલાવજે.]

ગળાબૂડ પાણી ચડી ગયું છે. મલ્લુનું રૂપાળું મોઢું જ હવે દેખાય છે, અને પાતાળપુરીની નાગકન્યાઓ જાણે મોજાંને રૂપે મલ્લુને વીંટળાઈ વળેલ છે. એ ગળાબૂડ પાણીમાંથી મલ્લુ શું બોલે છે ?

“હે ન્યાતીલાઓ ! વધુ દોષિત હોય તેણે જ ચાલી નીકળવું જોઈએ. મારા સ્વામીનો બિચારાનો કશોય દોષ નહોતો છતાંયે તમે એને સંતાપ્યો. હવે હું જાઉં છું. હવે એના ઉપર નિર્દય ન થાજો !”