પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મલુવા
187
 



પૂર્વેતે ઉઠિલો ઝડ, ગર્જિયા ઉઠે દેઉવા,
એઈ સાગરેર ફૂલ, નાઇ ઘાટે નાઇ ઢોઉવા.

[પૂર્વ દિશામાં વાવાઝોડું ઊઠ્યું છે, વરસાદ ગર્જના કરે છે અને જે સાગરને કોઈ કિનારો ન હોય, જે ઘાટ પર નૌકા ન હોય ત્યાં જવા માટે મલ્લુ આતુર થઈ રહી છે.]

ડૂબુક ! ડૂબુક ! ડૂબુક ! નાઉ આરો બાં કો તો દૂર;
ડુઇબ્યા દેખિ કોતો દૂરે આછે પાતાલપૂર.

[ડૂબી જા ! ડૂબી જા ! ડૂબી જા ! ઓ નૌકા ! હવે કેટલુંક દૂર છે ? ડૂબીને જોઉં તો ખરી, પાતાળપુરી કેટલીક છેટી રહી છે !]

પૂર્વેતે ગર્જ્જિલ્લો દેઉવા, છૂટલો બિષમ બાઉ,
કોઇબા ગેલ, સુન્દર કન્યા, મન પવનેર નાઉ.

[પૂર્વમાં વરસાદ ગરજ્યો. તોફાની વાયરા વછૂટ્યા. ક્યાં ગઈ એ સુંદરી ? ક્યાં ગઈ એ મન-પવનવેગી નૌકા ? કોઈનેય ખબર ન પડી.]


🐦🙕❀🐦🙕❀🐦