પૃષ્ઠ:Rasdhar5.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
190
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

કરોઃ ઘરની બાજુનો ભાગ(પાછલી પછીત અને બાજુના કરા કહેવાય)
કવાળસઃ કૈલાસ
ક’વાયઃ કહેવાય
કસટાવું : કષ્ટ પામવું, ‘અરરર! અરરર!’ કરવું
કસાયેલ : કસેલું, જોરાવર
કસુંબલ, કડિયા ભાત : કાળા પોતમાં ગોળ ઝીણી ઝીણી, ભાત, બોરિયું
કસુંબો: અફીણના ગોટાને ખરલમાં ઘૂંટીને, તેમાં પાણી નાખી પાતળું પ્રવાહી બનાવીને બંધાણીઓ પીએ છે. તેનો રંગ ઘેરો લાલ હોવાથી ‘કસુંબલ’ પરથી ‘કસુંબો’ કહેવાય છે.
કળવળથી: યુક્તિથી
કળશિયો : લોટો
કળશી : 20 મણ (અનાજનું વજન); કોઈક 16 મણ પણ ગણે છે.
કળાયું (સ્ત્રીના હાથની) : કોણીથી કાંડા સુધીનો ભાગ
કાટકવું: હલ્લો કરવો
કાટલ: કટાયેલ
કાઠાની કદાવર: શરીરે પડછંદ
કાઠું: અસલના વખતમાં ઘોડા ઉપર માંડવાની લાકડાની બેઠક
કાતરા (દાઢીના) : દાઢીની બેઉ બાજુએ વધારેલ લાંબા વાળ
કામવું: રળવું
કામળો (ગાયનો) : કંઠે ઝૂલતું ચામડીનું પડ
કારસોઃ કળા, ઇલાજ
કાલી: ગાંડી
કાળકમો : કાળાં કામ કરનાર
કાળજ: કલેજું

કાળમીંઢ: કાળા કઠણ પથ્થરની જાત
કાળમુખી: અમંગળ
કાળો કામો: ખરાબ કૃત્ય, હલકું કામ
કાંકરીઃ સોગઠી (ચોપાટની)
કાંટ્ય: ઝાડી
કીડીઓનું કટક : હારબંધ એકી સાથે કીડીઓની જેમ ચાલવું તે
કીરત : કીર્તિ
કિસેથી : ક્યાંથી (ચારણી શબ્દ)
કુડલો : (1) ઘાડવો, (2) તેલ રાખવાનું ચામડાનું વાસણ
કુંખઃ ગર્ભ, પેટ
કુંડળ્યઃ કુંડળી, લાકડી, જડવાની ભૂંગળી
કુંભીપાક: નરક
કુંવરપછેડો: રાજાઓના પુત્રના જન્મ વખતે થતી પહેરામણી
કૂડી કૂડી : વીસની સંખ્યાબંધ, અનેક
કૂબા : (1) ઢાલ ઉપરનાં ચાર ટોપકાં, (2) માટીનાં નાનાં ઘર
કૂમચી : ચાબુક
કેની કોર : કઈ બાજુ
કોકરવાં : કાનની વચ્ચે પુરુષને પહેરવાનાં
કોટિયું : મુખ્યત્વે પુરુષને પહેરવાનું ઘરેણું, ચોરસી, કાંઠલી
કોઠો : (1) કિલ્લાનો કોઠો, (2) હૃદય
કોલું : શેરડીનો રસ કાઢવાનો સંચો
કોળી : હાથના પંજામાં પકડી શકાય તેટલું માપ
ક્યડી: જે ઘોડીની કેશવાળી તથા પૂંછડાનો રંગ કાળો ને શરીર રાતું હોય, તેને ક્યડી કહેવાય.